આકાશ અને શ્લોકાના લગ્ન પહેલા મ્યુઝિકલ નાઇટ.... - akasha
ન્યૂઝ ડેસ્ક: આકાશ અંબાણી અને શ્લોકા મેહતા 9 માર્ચે લગ્નગ્રંથીથી જોડાવાના છે. જેને લઇને લગ્ન પહેલા મુકેશ અને નીતા અંબાણીએ એક પ્રાઇવેટ મ્યુજિકલ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં 1600 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. આ ઇવેન્ટનું આયોજન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નિવાસ સ્થાન-એંટીલિયા ખાતે કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
RELIANCE ઇન્ડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી શ્લોકા મેહતા સાથે લગ્નગ્રંથીથી જોડાવવા જઇ રહ્યો છે. જેનું આયોજન 9 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. આ લગ્નમાં 7 માર્ચના રોજ મહેંદીનું આયોજન કર્યું છે. આકાશ અને શ્લોકાના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર બાંદ્રા કુર્લા કોંમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.