દિલ્હી હાઈકોર્ટે AIADMKના પૂર્વ સાંસદ શશિકલા પુષ્પના અપમાનજનક ફોટાને દૂર કરવા નિર્દેશ આપ્યો - Order to remove derogatory photo of. Sasikala Pushp
દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, ગુગલ અને યૂટ્યુબને AIADMKના સસ્પેન્ડ સાંસદ શશિકલા પુષ્પના અપમાનજનક ફોટાને દૂર કરવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને ન્યાયાધીશ તલવંતસિંહની બેન્ચે સિંગલ બેન્ચના નિર્ણય સામે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.
નવી દિલ્હી: 2 જૂનના રોજ જસ્ટિસ રાજીવ સહાય એન્ડલોની સિંગલ બેંચે શશિકલાની અરજીને ફગાવી દીધી હતી. સિંગલ બેન્ચે શશિકલાને ફેસબુક અને ગુગલને બે લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. સિંગલ બેન્ચના નિર્ણય સામે શશિકલાએ ડિવિઝન બેન્ચમાં અરજી કરી હતી.
શશિકલા પુષ્પે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પુષ્ટિ કર્યા વિના તેમની અપમાનજનક ફોટો મૂકવામાં આવ્યો છે. શશિકલાના વકીલે કહ્યું કે, જ્યારે તેમણે પાર્ટીના સાંસદ પદેથી રાજીનામું આપ્યું નહીં, ત્યારે કેટલાક લોકોએ તેમને ધમકી આપી હતી કે, તેઓ દરેક જગ્યાએ આવા ફોટાઓ અપલોડ કરીને તેમને બદનામ કરશે.
શશિકલા પુષ્પને 2016માં AIADMKમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોતાની અરજીમાં તેમણે કહ્યું હતું કે, આ મુદ્દો ત્યારે થયો હતો જ્યારે તેમણે સંસદને કહ્યું હતું કે, તેમને AIADMKના નેતાએ થપ્પડ મારી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેની સામે ખોટા કેસ પણ કરવામાં આવ્યા હતા. તે કેસમાં તેમની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો અને તપાસમાં સહયોગ આપવા નિર્દેશ આપ્યો હતો.