ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉમર ખાલિદને જેલમાં સુરક્ષા પુરી પાડવાનો આદેશ - જેલના નિયમ

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ પ્રશાસનને આદેશ આપ્યો છે કે, દિલ્હી હિંસા મામલામાં ધરપકડ કરાયેલા જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને ન્યાયિક કસ્ટડી દરમિયાન સુરક્ષા પુરી પાડવાનો આદેશ આપ્યો છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે

By

Published : Oct 5, 2020, 2:17 PM IST

નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ પ્રશાસનને આદેશ આપ્યો છે કે, દિલ્હી હિંસા મામલામાં ધરપકડ કરાયેલા જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને ન્યાયિક કસ્ટડી દરમિયાન સુરક્ષા પુરી પાડવાનો આદેશ આપ્યો છે. ડ્યૂટી મેજિસ્ટ્રેટ દેવ સરોહાએ ઉમર ખાલિદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

ઉમર ખાલિદે પોલીસ કસ્ટડી પૂર્ણ થઈ રહી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તેમને તિહાડ જેલમાં જ ડ્યૂટી મેજિસ્ટ્રેટ દેવ સરોહાના સામે રજુ કર્યો હતો. ઉમર ખાલિદના વકીલ સાન્યા કુમાર અને રક્ષાંદા ડેકાને જેલમાં કસ્ટડી દરમિયાન સુરક્ષા પુરી પાડવાની માંગ કરી છે. ઉમર ખાલિદના વકીલે કહ્યું કે, હાઈકોર્ટના 2016ના આદેશ મુજબ ખાલિદે ચશ્મા પહેરવાની પરવાનગી માંગી હતી.

ઉમર ખાલિદે કહ્યું કે, તેમને દર અઠવાડિયે અડધી કલાક માટે વીડિયો કોન્ફરસિંગ દ્વારા લીગલ ઈન્ટરવ્યુની પરવાનગી આપવામાં આવે. ઉમર ખાલિદ તરફથી કહેવામાં આવ્યું કે, જેલના નિયમ 627 મુજબ તેમને લીગલ ઈન્ટરવ્યુ દરમિયાન હેડફોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે. આ સિવાય જેલની અંદર વાંચવા માટે બહારથી પુસ્તકો બહારથી મંગાવવાની છૂટ હોવી જોઈએ.અરજીમાં દિલ્હી જેલના નિયમો 1401 અને 208 અને જેલ નિયમ 585,587,629 અને 630 હેઠળ જેલનો સેલ છોડવાની પરવાનગી આપવી.

કોર્ટ ઉમર ખાલિદની અરજી પર વિચાર કરતા માંગવામાં આવેલી બધી સુવિધાોનું પ્રિઝન રુલ્સ મુજબ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે તિહાર જેલ અધીક્ષકના નિર્દેશ આપ્યો કે, ઉમર ખાલિદને ન્યાયિક કસ્ટડી દરમિયાન સુરક્ષા પૂરી પાડવા અને ઉમર ખાલિદને કોઈ નુકસાન ન પહોંચાડે એ સુનિશ્ચિત કરવા સુચના આપી હતી.

ઉમર ખાલિદને કોર્ટ ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ખાલિદ વિરુદ્ધ યૂએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ઉમર ખાલિદને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 1 ઓક્ટોમ્બરના રોજ બીજા કેસમાં ધરપરડ કરી હતી. ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. યૂએપીએ મામલામાં ખાલિદને 22 ઓક્ટોમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details