નવી દિલ્હીઃ 19 જુલાઇને દિવસે થયેલા વરસાદના કારણે રોડ અંડરપાસની નીચે પાણી ભરાવવાના કારણે લોકો ડુબી જવાની ઘટનાઓ સામે આવે છે. તેયારે એક છોટા ટ્રકને લઇને જતા 57 વર્ષના વ્યક્તિ ડૂબી જવાથી તેમનુ મોત થયુ હતુ. અને તેમના પછી એક પ્રવાસીઓ ભરેલી બસ પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી, પરંતુ તેમા સવાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
પાણી ભરાયા બાદ મિન્ટો રોડ પર બેરીકેડીંગ કરવા દિલ્હી સરકારનો નિર્ણય
દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે કે, વરસાદના કારણે રોડ અંડરપાસની નીચે પાણી ભરાવવાના કારણે લોકો ડુબી જવાની ઘટનાઓ સામે આવી છે. તો લોકો બેરિકેડ તોડશે અથવા, તેમના નિયમનો ભંગ કરશે તો, તેમની સામે FIR દાખલ કરવામાં આવશે.
એક વ્યક્તિનુ મોત થતા દિલ્હી સરકાર એકશનમાં આવી ગઇ છે. અને આદેશ જાહેર કર્યો છે. અંડરપાસ પર 45 સેન્ટિમીટર પાણી ભરાય છે અને વાહનોને અવર જવર કરવામાં ધણી મુશ્કેલી પડે છે. ત્યારે બાંધકામ વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો કે, લોકો બેરિકેડ તોડશે અથવા, તેમના નિયમનો ભંગ કરશે તો, તેમની સામે FIR દાખલ કરવામાં આવશે.
PWD અધિકારીઓને સુચના આપવામાં આવી કે, કોઇ વ્યક્તિકે,વાહન પૂલ પર જાય તો તેમનુ મોનિટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે. સાથે સાથે આદેશમાં આ પણ જણાવવામાં આવ્યુ છે કે, આવશ્યક હોયતો પ્રમુખ સચિવ PWD પ્રઘાનને તાત્કાલિક જાણ કરવામાં આવે.