જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાનો ખતરો, ઓરેન્જ એલર્ટ જાહેર - કાશ્મીરમાં આતંકી હુમલાની શક્યતા
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાની આશંકાને ભાગરૂપે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુપ્ત એજન્સીના જણાવ્યાનુસાર, જૈશ-એ-મોહમ્મદના 10 આતંકી જમ્મુ-કાશમીર અને આસપાસના એરબેઝ પર આત્મધાતી હુમલાને અંજામ આપી શકે છે. એજન્સીના જણાવ્યાનુસાર શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અવંતીપોરા, હિંડનના એરફોર્સ વિસ્તારમાં હુમલો કરી શકે છે. જેથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. વરિષ્ઠ અધિકારીઓ આ ખતરા સામે લડવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે.
etv bharat air
જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર હુમલાની ચેતવણીને ભાગરૂપે સુરક્ષા એજન્સીઓએ જૈશના આતંકીઓની ગતિવિધીઓ પર નજર રાખ્યા બાદ એલર્ટ જાહેર કર્યુ છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, JEMના 8થી 10 આતંકી હુમલાને અંજામ આપવાની કોશિશ કરી શકે છે. ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સ્તબ્ધ થઇ ગયું છે. પાકિસ્તાને સીમા ઉપર સતત યુદ્ધફાયરનુ ઉલ્લંધન અને ઘુસણખોરીની કોશિશ કરી છે, પરતું ભારતીય સેનાએ એનો જડબાતોડ જવાબ આપ્યો છે.