ગુજરાત

gujarat

હે રામ..! ગાંધીજી મુદ્દે અધીર રંજનનો વાર- 'રાવણની ઓલાદ', જવાબ મળ્યો- 'સોનિયા-રાહુલ નકલી ગાંધી'

By

Published : Feb 4, 2020, 2:22 PM IST

મહાત્મા ગાંધીને લઈ ભાજપના સાંસદ અનંત હેગડેના નિવેદન પર લોકસભામાં હંગામો થયો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપના સાંસદ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. જેના પર ઉતર આપતા કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, ગાંધી સાચા ભક્ત ભાજપવાળા જ છે. તેમણે કહ્યું કે, અમે સોનિયા અને રાહુલ જેવા ખોટા ગાંધી નથી.

etv bharat
etv bharat

નવી દિલ્હી: મહાત્મા ગાંધી વિશે ભાજપના સાંસદ અનંત હેગડેના નિવેદન પર લોકસભામાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ભાજપના સાંસદો પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.

ભાજપ નેતા અનંત હેગડેની મહાત્મા ગાંધી પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આજે આ મહાત્મા ગાંધીને ગોળી આપે છે. આ લોકો રાવણની ઓલાદ છે. રામના પૂજારીનું આ લોકો અપમાન કરી રહ્યા છે.

સંસદની કાર્યવાહી શરૂ થયાની સાથે જ હેગડેની ટિપ્પણી અંગે હોબાળો થયો હતો. જેના કારણે સંસદ બપોર સુધી સ્થગિત કરવી પડી. હેગડેએ રવિવારે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીનું સ્વતંત્રતા આંદોલન એક નાટક હતું. આ અંગે વિપક્ષી સાંસદોએ ‘ભાજપ પાર્ટી, ગોડસે પાર્ટી’ના પોસ્ટર લહેરાવ્યા.

પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, મહાત્મા ગાંધીની જયંતી પર અમે પદયાત્રા કરી હતી. જેમાં દેશમાં ભાજપના દરેક સાંસદ સામેલ થયા હતા અને હવે લોકો આ વાતને વિવાદીત બનાવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે ભારતીય જનતા પાર્ટીના લોકો મહાત્મા ગાંધીના સાચા ભક્ત છીએ, જોશીએ કહ્યું કે, આ લોકો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા ખોટા ભક્તો છે.

ABOUT THE AUTHOR

...view details