નવી દિલ્હીઃ ખેડૂતોના મુદ્દે વિપક્ષી દળોએ રાજ્ય સભામાં ભારે હંગામો કર્યો હતો. ઘણાં સાંસદોએ કૃષિ બિલ પર ચર્ચા કર્યા બાદ વોટિંગ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજ્ય સભાઃ કૃષિ બિલ પર હંગામો, વિપક્ષી સાંસદોએ કર્યા સૂત્રોચ્ચાર, તોડ્યા માઈક - રાજ્ય સભામાં કૃષિ બિલ પર હંગામો
રાજ્ય સભામાં રજૂ કરવામાં આવેલા કૃષિ બિલ પર સરકારને ભારે વિરોધના સામનો કરવો પડ્યો છે. બિલોને જલ્દી પસાર કરવાના પ્રયાસમાં ગુસ્સો ભરાયેલા તૃણમુલ સાંસદ ડેરેક.ઓ.બ્રાયને રાજ્ય સભાના નિયમ બુકનું પેજ ફાડી નાખ્યું હતું. આ ઉપરાંત ઘણા વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
બિલનો વિરોધ કરી રહેલા તૃણમુલ સાંસદ ડેરેક.ઓ.બ્રાયને નિયમ બુકનું પેજ ફાડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા તૃણમુલ સાંસદે સભાપતિ સામે લગાવવામાં આવેલા માઈકને પણ તોડી નાખ્યું હતું.
આ અગાઉ બિલ પર ચર્ચા દરમિયાન તૃણમુલ સાંસદ ડેરેક.ઓ.બ્રાયને કહ્યું હતું કે, PM મોદીએ કહ્યું વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. કેન્દ્રએ કહ્યું કે, 2022 સુધી ખેડૂતોની આવક ડબલ થશે, પરંતુ વર્તમાન સમયને જોતા લાગી રહ્યું છે કે 2028 પહેલાં ખેડૂતોની આવક ડબલ થશે નહીં. તેમણે સરકારની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરીને કહ્યું કે, વાયદો કરવા માટે તમારી વિશ્વસનીયતા ઓછી છે.