ભાજપ તરફથી પ્રથમ યાદી જ્યારે જાહેર થઇ ત્યારે પાલી તથા સીકરમાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પાલીમાં સાસંદ તથા કેન્દ્રીય પ્રધાન પીપી ચૌધરીને ટિકીટ આપવા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ચૌધરીએ જણાવ્યું કે તેમન કોઇ વિરોધ નથી કરી રહ્યું. સીકર લોકસભા બેઠક પર પાર્ટી વર્તમાન સાંસદ સુમેધાનંદ સરસ્વતીને ફરી એક વખત મેદાનમાં ઉતારવા માંગે છે. સુમેધાનંદને ટિકીટ મળવા પર આંતરીક વિરોધ શરૂ થઇ ગયો છે.
આ દરમિયાન સુમેધાનંદના સમર્થકો તથા વિરોધીયો વચ્ચે ઝગડો થયો હતો પરતું અમુક નેતાઓએ આ મામલાને ત્યા જ શાંત પાડી દીધો હતો. તો કોટા બેઠક પર પાર્ટીએ ઓમ બિડલાને મેદાનમાં ઉતાર્યો છે. તો બિડલાને ટિકીટ મળતા કેટલાક નેતા વિરોધ કરી રહ્યા છે. કોટા વિસ્તામાં આવેલા પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલ, વિદ્યાશંકર નંદવાના તથા ભવાની સિંહ રાજાવતની સાથે પાર્ટીના સ્થાનીક નેતાઓ પાર્ટીના મુખ્યકાર્યાલય પહોંચ્યા હતા. જ્યા તેમણે ઓમ બિડલા વિરૂદ્ધ પ્રદેશ સંગઠન મહાપ્રધાન ચંદ્રશેખર મિશ્રા સામે રજૂઆત કરી હતી.