નવી દિલ્હી: નાગરિક્તા સંશોધન કાયદાને લઇને દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં લોકો ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે સખત ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે શાહીન બાગના લોકો જે વિરોધ કરી રહ્યા છે તે વિરોધ માટે નહીં, પરંતુ મોદીનો વિરોધ કરવા માટે આ બધું કરી રહ્યા છે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ બોલ્યા, આ માત્ર મોદીનો વિરોધ છે વડાપ્રધાન પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે
તેમણે કહ્યું કે, વડાપ્રધાનથી લઇને તમામ નેતા ઘણી વખત સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, નાગરિક્તા સંશોધન કાયદામાં કાંઈ પણ એવું નથી કે, જેમનાથી જનતાને ડરવું પડે. છતાં ખબર નહીં કેમ લોકો આવું કરી રહ્યાં છે.? કોંગ્રેસના નેતા કેમ ચુપ છે? રાહુલ ગાંધી કેમ બોલતા નથી?
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ખુલ્લીને સમર્થન કરી રહ્યા છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનથી ત્યાંની જે પરિસ્થિતી ઉત્પન્ન થઇ છે, તેમાં લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્કૂલ, કૉલેજ જનારા નથી જઇ રહ્યા, રોજગારી માટે સરિતા વિહાર, જસોલા, મોલરબંદ, બદરપુરમાં રહેનારા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં રહેવું પડે છે. આ તમામ માટે જવાબદાર કોણ છે?
બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે
રવિશંકર પ્રસાદે કહ્યું કે, નિર્દોષ બાળકોની નિર્દોષતાથી મોદીનો વિરોધ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હું કેજરીવાલજીને પૂછવા માગુ છું કે, જિન્નાને લઇને એમનું સ્ટેન્ડ શું છે? કોંગ્રેસ અંગે એમનું શું સ્ટેન્ડ છે? કોંગ્રેસ અંગે એમની પાર્ટી શું વિચારે છે? અદનાન સામીને પદ્મશ્રી આપવા પર કોંગ્રેસનું શું કહેવું છે?