ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલમાં BJP કાર્યકર્તાઓએ દીદીના પેઇન્ટિંગ પર લોહી ફેંકી દર્શાવ્યો વિરોધ - mamata benarji

ભોપાલ: પશ્ચિમ બંગાળમાં ભાજપાના કાર્યકર્તાઓ પર થયેલા હુમલાના વિરોધમાં મધ્યપ્રદેશમાં સતત વિરોધ થઇ રહ્યો છે. ભોપાલમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા અલગ-અલગ માધ્યમો દ્વારા પશ્ચિમ બંગાળનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપા કાર્યકર્તાઓએ પેઇન્ટિંગ પર લોહી ફેંકી કર્યો અનોખો વિરોધ

By

Published : May 17, 2019, 12:38 PM IST

જેમાં કાર્યકરો દ્વારા લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું સાથે જેવી રીતે બંગાળમાં ભાજપાના કાર્યકર્તાઓ અને રાજકીય પાર્ટીઓના ઉમેદવારોની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. જેના વિરોધના સ્વરૂપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પેઇન્ટિંગ પર કાર્યકર્તાઓ દ્વારા લોહી ફેંક્યું હતું.

સદ્ભાવના અધિકાર મંચના સંયોજક દુર્ગેશ કેસવાનીનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર દ્વારા સતત જે પ્રકારે હિંસાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેને લઇને તે લોકતંત્રની હત્યા કરવાના પ્રયાસ સહિત વિપક્ષને દમન કરવાનું કામ પણ કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપા કાર્યકર્તાઓએ પેઇન્ટિંગ પર લોહી ફેંકી કર્યો અનોખો વિરોધ

અનૂઠે પ્રદર્શનમાં મોટી માત્રામાં યુવાઓ સામેલ થયા હતા. જેઓએ તેમનું લોહી આપીને વડાપ્રધાન નરેંન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું સાથે તે જ લોહીથી મમતા બેનર્જીના પેઇન્ટિંગ પર લોહી ફેંક્યુ હતું.

અનૂઠા પ્રદર્શન કરનારાઓનું કહેવું છે કે, જે રીતે અનેક કાર્યકર્તાઓના લોહીના છાંટા બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પેઇન્ટિંગ પર ચોખ્ખા નજરે આવતા હતા, પરંતુ અમે તે લોહીને એમ જ નહીં જવા દઇએ એ જ કારણ છે કે, અમે પશ્ચિમ બંગાળમાં અમારા જે સાથીઓ સાથે સરકારે અત્યાચાર કર્યો છે. તેના વિરોધમાં જ અમે પ્રદર્શન કર્યું છે. આ રીતે પ્રદર્શનથી અમારો વિરોધ કરવા ઇચ્છીએ છીએ અને પશ્ચિમ બંગાળ સરકારને જાગૃત કરાવવા માગીએ છીએ. આવી દમનગીરી નીતિઓને પૂર્ણરૂપે બંધ કરવામાં આવે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details