BSP સુત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકમાં કોઇ પણ પ્રતિનિધિને મોકલવામાં આવશે નહીં, આ ઉપરાંત કોગ્રેસની સાથે BSPના મતભેદના આ નિર્ણયનું કારણ દર્શાવાવામાં આવે છે.
CAA મુદ્દે વિપક્ષમાં ફાટફૂટ, મમતા-માયાવતી-AAPનો ઇન્કાર - માયાવતી
નવી દિલ્હી: CAAના વિરોધને લઇને વિપક્ષી દળની બેઠક થવાની છે. આ બેઠક પહેલા વિપક્ષી દળોમાં જ ફાટફૂટ જોવા મળી રહી છે. બહુજન સમાજવાદી પક્ષના પ્રમુખ માયાવતી અને તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી પણ બહાર નીકળી ગયા છે. આ સિવાય AAP પક્ષે પણ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં થનારી આ બેઠકમાં જવાથી મનાઇ ફરમાવી હતી.
CAA : વિપક્ષી પક્ષોની બેઠક, મમતા-માયાવતી બાદ AAP પણ ...
તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પહેલેથી જ આ બેઠકમાં આવવાથી મનાઇ ફરમાવી ચુક્યા છે.
CAA વિરૂદ્ધ જ્યારે વિપક્ષી દળો રાષ્ટ્રપતિ પાસે ગયા હતા, ત્યારે પણ BSP સાથે રહી નહોતી, પરંતુ પક્ષે ત્યારબાદ આ મુદ્દાને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.