ગુજરાત

gujarat

CAA વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ એકજૂથ, રાષ્ટ્રપતિને આપ્યું આવેદન

By

Published : Dec 17, 2019, 7:11 PM IST

નવી દિલ્હી: સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ એકજૂથ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ આજે રાષ્ટ્રપતિને મળ્યા હતા.

cca protes
cca protes

વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિને આવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર જનતાનો અવાજ દબાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારી પાસે એક ઉદાહરણ છે, જ્યાં પોલીસે લેડીઝ હોસ્ટેલમાં પ્રવેશ કર્યો અને તેમને બહાર કાઢી, પોલીસે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો.

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, તમે બધા જોઈ રહ્યા છો કે, મોદી સરકાર જનતાનો અવાજ દબાવતો કાયદો લાવે છે અને કોઈ દયા પણ દાખવતા નથી.

વધુમાં આગળ તેમણે જણાવ્યું હતું કે, પૂર્વોત્તરના રાજ્યો સહિત દિલ્હીમાં હાલ તણાવનો માહોલ છે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા પર પોલીસ લાઠીચાર્જ કરી રહી છે.

સપા નેતા રામગોપાલ યાદવે જણાવ્યું છે કે, સામાન્ય જનતાના મજગમાં આ કાયદાનો ડર છે. આ કાયદો દેશના વિભાજન તરફ આગળ લઈ જાય છે.

ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, દેશની જનતાની ચિંતા કર્યા વગર આ કાયદો બનાવી નાખ્યો છે.

ABOUT THE AUTHOR

...view details