ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19 માં ડેટાની વિસંગતતા અંગે વિપક્ષે દિલ્હી સરકારની કરી નિંદા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યભરમાં 672 લોકોના મોતનો આંકડો રજૂ કરવામાં આવતા જીવલેણ વાઈરસથી થતાં મૃત્યુના અહેવાલ હેઠળ વિરોધી પક્ષોએ દિલ્હી સરકારની ટીકા કરી હતી.

By

Published : May 22, 2020, 7:45 AM IST

COVID-19
COVID-19

નવી દિલ્હી: દિલ્હીના સત્તાવાર સ્વાસ્થ્ય બુલેટિન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોંધાયેલા COVID-19 માં થયેલા મોતની વિસંગતતાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓએ ગુરુવારે દિલ્હી સરકારની ટીકા કરી હતી.

રાજ્ય સરકારના સત્તાવાર અહેવાલોમાં અત્યાર સુધીમાં 176 લોકોનાં મોત થયા છે. તો બીજી, તરફ મહાનગરપાલિકાએ અહેવાલ આપ્યો છે કે, દેશવ્યાપી લોકડાઉન વચ્ચે રાજ્યમાં લગભગ 672 જેટલા મૃતદેહોનું અંતિમ સંસ્કાર થયું છે અથવા દફનાવવામાં આવ્યા છે.

જો કે, રાજ્ય સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, સત્તાવાર આંકડામાં ફક્ત કોરોના વાઈરસથી સંબંધિત મૃત્યુનો સમાવેશ થાય છે. ભાજપે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -19 કટોકટીનો સામનો કરવો જોઇએ તેવું કહેતા AAP સરકારની ટીકા કરી હતી, કોરોના ચેપથી મૃત્યુ પામેલા આંકડામાં તફાવત વોલ્યુમ બોલી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ પદ્મિની સિંગલાએ મ્યુનિસિપલ કોર્પોરેશનોને 17 મે સુધીમાં કોરોના-ડેથ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું, જેમાં સત્તાવાર આંકડા સાથે મોટો તફાવત જોવા મળ્યો હતો.

જો કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 11,088 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details