આ અગાઉ અજીત પવારે કહ્યું હતું કે, રાજ્યપાલે NCPને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલે ફોન કરીને બોલાવ્યા છે, જેથી અમે રાજ્યપાલને મળવા જઇ રહ્યાં છીએ. બેઠકનો હેતુ સ્પષ્ટ નથી. NCPના નેતા નવાબ મલિકે કહ્યું કે, શિવસેના રાજ્યપાલને મળી અને વધારે સમય માંગ કરી હતી. નવાબ મલિક, NCPને સરકાર બનાવવા માટે રાજભવનમાં બોલાવવામાં આવ્યા છે. અમારા નેતાઓ રાજભવન ગયા છે.
મહારાષ્ટ્ર: NCPને સરકાર બનાવવાની તક, આજે 8:30 સુધીનો સમય
મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના બાદ NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને રાજ્યપાલ સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. NCPના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ NCPના નેતા જયંત પાટિલે કહ્યું કે, રાજ્યપાલે પ્રક્રિયા હેઠળ સરકાર બનાવવા અમને પત્ર આપ્યો છે. NCP મહારાષ્ટ્રની ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. જયંત પાટિલે કહ્યું કે, અમે રાજ્યપાલને કહ્યું છે કે, અમે અમારા ગઠબંઘનના સહયોગીઓ સાથે વાત કરીશું અને ત્યાર બાદ રાજભવનનો સંપર્ક કરીશું. રાજ્યપાલે NCPને મંગળવાર રાત્રના 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.ત્યારે મંગળવારે કે.સી વેનુગોપાલે ટ્વિટ કરી માહીતી આપી હતી કે, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે શરદ પવાર સાથે ચર્ચા કરવા અહમદ પટેલ, મલ્લીકાર્જુન ખડગે અને કે.સી વેનુગોપાલને મુંબઇમાં બોલાવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 18 દિવસ થઇ ગયા છે. લોકો મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર ઇચ્છે છે, પરંતુ મુખ્યપ્રધાન પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચેના ખેંચતાણ પછી રાજભવનમાં પહેલા ભાજપ અને પછી શિવસેનાને બોલાવામાં આવ્યા હતા.
NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠક બાદ શરદ પવાર સાથે વાતચીત કર્યાં બાદ આ વાત સામે આવી છે. નવાબ મલિકે કહ્યું કે, 24 કલાકની અંદર ત્રણેય પક્ષો વચ્ચે જે સર્વસંમતિ હોવી જોઈએ તે નથી થઇ. નવાબ મલિકે કહ્યુ કે, રાજભવન તરફથી મળેલી સમયમર્યાદા ટૂંકી હતી, પરંતુ શિવસેના અંતિમ મુદત પૂરી થાય તે પહેલા તમામ ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કરી શકી નથી હતી. આ પછી અમને રાજભવનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે, NCPના નેતાઓ રાજભવન ગયા છે, પત્ર મળ્યા બાદ NCP કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. નવાબ મલિકે કહ્યું હતું કે, NCPના સહયોગી પાર્ટી સાથે ચર્ચા કર્યા પછી આખરી નિર્ણય લેશે.