નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. આ મિશન હેઠળ વિદેશમાં ફંસાયેલા ત્રણ લાખથી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે.
એર ઇન્ડિયાએ ગુરૂવારે એક ટ્વીટમાં કહ્યું કે, 'વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયાએ 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. જેનાથી ત્રણ લાખ 80 હજાર યાત્રીકો સ્વદેશ પરત ફર્યા છે.'
ભારત સરકારના વંદે ભારત મિશનના પાંચમા ચરણ, જેનો હેતુ હવાઇ યાત્રા પર પ્રતિબંધને કારણે વિભિન્ન વિદેશી દેશોમાં ફંસાયેલા ભારતીય નાગરિકોને બહાર લાવવાનો છે. આવતા મહીને પહેલી ઓગસ્ટથી શરુ થશે.