ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરતારપુર કોરિડોર ખુલવાથી ભારત-પાકના સંબંધ સુધરશે: મનમોહન સિંહ - bharat samachar'

કરતારપુરઃ ભારત અને પાકીસ્તાન કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે, કરતારપુર કોરિડોર ખુલવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કથળતા સંબઘોમાં સુધારા થવાની સંભાવના છે.

કરતારપુર કોરિડોર ખુલવાથી ભારત-પાક સંબંધો સુધરશે: મનમોહન સિંઘ

By

Published : Nov 10, 2019, 12:23 PM IST

કરતારપુર કોરિડોર ખુલવાથી ભારત-પાક સંબંધો સુધરશે: મનમોહન સિંઘ

મનમોહન સિંહે કરતારપુર કોરિડોર શરૂ થવાની વાતને એક મુખ્ય પગલું ગણાવ્યું હતું. એમને એમ પણ કહ્યું હતું કે, આ શરૂઆતના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મોટા પ્રમાણમાં સુધારણા થશે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતીય શીખ યાત્રાળુઓના પ્રવેશ માટે આ ઐતિહાસિક કોરિડોરનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન ઇમરાન ખાને ભારતીય ભક્તોની પ્રથમ ટુકડીને આવકારી હતી.

આ જથ્થો પાકિસ્તાનના કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુરમાં ડેરા બાબા નાનક મંદિરથી જોડતા કોરિડોરથી પાકિસ્તાન પહોંચ્યો હતો. આ પહેલી બેચમાં તેમની સાથે અકાલ તખ્તનાં હરપ્રીત સિંહ, પંજાબનાં મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ, પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ, સુખબીર સિંહ બાદલ, કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ, ક્રિકેટ રાજકારણમાં ગયેલા નવજોતસિંહ સિદ્ધૂ અને ભાજપનાં સાંસદ સન્ની દેઓલ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details