નવી દિલ્હી: કોઈ પણ વ્યક્તિ અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે, કારણ કે ભારતીય રેલવેએ 14મી એપ્રિલ પછી મુસાફરી માટે અનામતને સ્થગિત કરી નથી. રાષ્ટ્રીય પરિવહનકારના જણાવ્યા મુજબ, IRCTCની છૂટ માત્ર દર્દીઓ, વિદ્યાર્થીઓ અને અપંગ લોકો જ મેળવી શકે છે. ભારતીય રેલવે દ્વારા 19 માર્ચના અપાયેલા આદેશમાં દર્દી, વિદ્યાર્થી અને દિવ્યાંગો સિવાય તમામ છૂટછાટ સ્થગિત કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના ફેલાવાના કારણે યાત્રી રેલ સેવા સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેએ સ્પષ્ટતા કરી હતી કે, 14 એપ્રિલ પછીની મુસાફરી માટેના આરક્ષણને સ્થગિત કરવામાં આવ્યા નથી. રિઝર્વેશન કરાવવા માટે 120 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડશે છે.