હરિયાણાના પંચકુલામાં એક જનસભાને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે, આપણો પડોશી દેશ વિશ્વભરના દેશોના દરવાજા ખટખટાવી રહ્યું છે. પરંતુ, અત્યાર સુધી તેમને નિરાશા જ મળી છે. પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ સંભવ થશે જ્યારે, તેઓ આતંકીઓને સમર્થન કરવાનું બંધ કરશે. તેઓએ આગળ જણાવ્યું કે, પાકિસ્તાન સાથે હવે માત્ર POK ને લઈને જ વાતચીત થશે.
પાકિસ્તાન સાથે માત્ર POK પર જ વાતચીત થશે: રાજનાથસિંહ - હરિયાણાના પંચકુલા
પંચકુલા: કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યાના દરજ્જાને ખત્મ કરવાના નિર્ણય પર પાકિસ્તાન વિશ્વ સ્તર પર સમર્થન માગી રહ્યું છે. જો કે કોઈ પણ દેશે પાકિસ્તાનનું સમર્થન કર્યું નથી. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, 370ને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે નાબુદ કરવામાં આવી છે.
Rajnath Singh
વધુમાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન કહી રહ્યા છે કે ભારત બાલાકોટથી પણ મોટા એક્શનની તૈયારીમાં છે. તેનો મતલબ એ થયો કે તેઓએ માન્યુ કે ભારતે બાલાકોટમાં શું કર્યું હતું. વડાપ્રધાન મોદી અમને વારંવાર પુછતા રહે છે કે આપણે ચૂંટણી ઘોષણા પત્રમાં જે વાયદા કર્યા હતા. તે વાયદા લાગુ થયા કે નહીં. તેઓએ કહ્યુ કે તેમની પાર્ટીનો સંકલ્પ છે કે પ્રાણ જાય પણ વચન ન જાય.