ઓડિશા:ઓડિશામાં પર્વતો અને જંગલોથી ઘેરાયેલો જિલ્લો કોરાપુટમાં મોટાભાગે આદિવાસી સમુદાયો વસે છે. દરરોજ જિલ્લાના લોકો આજીવિકા મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. અહીંના આદિવાસી લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે પાયાની સુવિધાઓથી વંચિત છે. તેમના બાળકો એવા સ્થળે મોબાઇલ ફોનની મદદથી કેવી રીતે અભ્યાસ કરશે, જ્યાં મોબાઇલ ફોન લોકો માટે એક સપનું છે. તેમની પાસે સ્માર્ટફોન નથી. સરકાર દ્વારા આપવામાં આવેલો મેસેજ તેમને કેવી રીતે પ્રાપ્ત થશે ? બાળકો તેમના અભ્યાસ માટે વોટ્સએપની મદદ કેવી રીતે લેશે ? જો કે, સરકારે એક યોજના રજૂ કરી હતી. બાળકો પાસે સ્માર્ટફોન નથી તો સરકારનો મેસેજ મળશે એ વાત ભૂલી જાઓ. સુનિ કિરસાની, જે ધોરણ-7ની વિદ્યાર્થીની છે, તેને પાઠય પુસ્તકો આપવામાં આવ્યા છે.જો કે, સુનિ પાસે કોઈ સ્માર્ટફોન નથી કે ન સરકાર તરફથી કોઈ સંદેશો તેના સુધી પહોંચ્યો છે. નવા પાઠયપુસ્તકો શિક્ષકની ગેરહાજરીમાં અર્થવિહિન છે. અખીરાણી ગામની આશા કાર્યકર પાસે એન્ડ્રોઇડ ફોન છે. પરંતુ તેની વ્યસ્તતાના કારણે, તે બાળકો માટે સમય ફાળવી શકે તે સ્થિતિમાં નથી. તો કોરાપુટની સરકારી શાળાની ગંભીર સ્થિતિ છે. આ સંજોગોમાં રાજ્યના શિક્ષણ વિભાગે વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓ સાથે જોડાવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.
વિદ્યાર્થીની સુનિ કિરસાનીએ કહ્યું હતું કે, 'હું પુસ્તક વાંચી શકતી નથી. મારી પાસે મોબાઈલ નથી. હું પુસ્તકો સમજી શકતી નથી .જો કોઈ મને મદદ કરશે તો હું તે શીખી શકીશ.'
વિદ્યાર્થી હિતેશ બગે કહ્યું હતું કે, 'મારી પાસે સ્માર્ટફોન નથી. મારા પપ્પા તેમનો ફોન કામ પર લઈ જાય છે. તેથી નાના મોબાઈલમાં હું અંગ્રેજી ભણી શકતો નથી.'
વાલી અખીરાની સાગરે કહ્યું હતું કે, 'દરેકને મોબાઇલ ઓપરેટ કરતા નથી ફાવતું અને બધા પાસે મોબાઇલ નથી હોતા. તેમાંથી ઘણા ભણેલા નથી. તેમની પાસે સ્માર્ટફોન નથી. તો તેઓ વોટ્સએપ પર કેવી રીતે શીખી શકે. નેટવર્ક પણ અહીં એક મુદ્દો છે. મોટાભાગે વીજળી હોતી નથી.'