દક્ષિણ ભારતમાં કોયંબતુરની જો વાત કરવામાં આવે તો, ત્યાં ડૂંગળી 100 રૂપિયાની કિલો અને નાની ડૂંગળી 130 રૂપિયાની કિલો વહેંચાઇ રહી છે. પરંતુ, રાષ્ટ્રીય બાગવાની બોર્ડે દાવો કર્યો છે કે ડૂંગળીનો ભાવ 80 રૂપિયા કિલો થઇ ગયો છે, પરંતુ, બજારોમાં તેના કરતા વઘુ ભાવ પર વહેંચાઇ રહી છે. હૈદરાબાદ, નાગપુર, ભોપાલ જેવા શહેરોમાં ડૂંગળીના ભાવોએ શહેરને હચમચાવી દીધા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉતરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ભારે અને કમોસમી વરસાદને કારણે પાક સંપુર્ણ પણે ધોવાઇ ગયા છે. ડૂંગળીના ઉત્પાદનોમાં ભારત ચીન બાદ દુનિયાનું સૌથી મોટુ ઉત્પાદન કરનારો દેશ છે. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું કે ત્રણ અઠવાડીયામાં બહારથી ડૂંગળી ખરીદવામાં આવશે, જેથી સ્થાનિક બજારોમાં સપ્લાઇ અને ભાવમાં સ્થીરત આવી શકે .
ડૂંગળીના આવકની જવાબદારી MMTCને આપવામાં આવી છે અને 15 ડિસેમ્બર 2019 પહેલા નેફેડ દ્વારા તેનુ વિતરણ બજારોમાં કરવામાં આવશે. જ્યાં રાજ્ય સરકાર કેન્દ્રની સબસીડીવાળી ડૂંગળીના ભાવ વધુ ઓછા કરવા કહી રહ્યું છે, તેવામાં લોકોને કેટલો ફાયદો થશે, તે તો આવનારો સમય જ બતાવશે.
ડૂંગળીના આ આંસુ લોકોને ક્યાં સુધી રડાવશે?
ન્યુઝ ડેસ્ક: દિવાળી ગઇ તેને પણ એક મહિના જેટલો સમય થઇ ગયો છે, પરંતુ, આ દિવસોમાં દેશના કેટલાક રસોડામાં ડૂંગળીને લઇને પોકાર ઉઠી રહ્યો છે. દેશમાં આ વાતને લઇને અચરજ છે કે ડૂંગળીનો ભાવ 100 રૂપિયાએ પહોંચ્યો છે. મહારાષ્ટ્રના સોલાપુર અને સાંગાનેરની બજારમાં ડૂંગળીનો ભાવ 110 રૂપિયા કીલો છે.
ડૂંગળીના વધતા ભાવ પાછળ કેટલાક વર્ષોથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બે વર્ષ પહેલા, ડૂંગળીના ભાવ 60 રૂપિયા કિલો સુધી પહોંચવા પર સરકાર માની રહી હતી કે આ નિર્ણયમાં મોડુ થયુ છે. આ વર્ષની શરુઆતમાં કેન્દ્રએ આશ્વાસન આપ્યુ હતુ કે બધા રાજ્યોમાં સપ્ટેમ્બર સુધીમાં ડૂંગળીની સપ્લાઇ કરવામાં આવશે. પરંતુ, ધણા રાજ્યોની આ માગ પુરી થઇ નથી.
બે મહિનામાં ડૂંગળીના ભાવ એવી રીતે વધી ગયા કે વિશ્વાસ આવી શકે તેમ નથી. સરકારે આ તકે પગલા ભર્યા હતાં. જેમાં સરકારે વેપારીઓ પર પણ 100 ક્વિન્ટલ અને જથ્થાબંધ વેપારીને 500 ક્વિન્ટલ ડૂંગળીનો સંગ્રહ કરવાની મંજુરી આપી છે.
કેટલાક રાજ્યોની સરકારે સબસીડીમાં ડૂંગળી વહેચવાનું શરુ કરી દીધુ છે. પરંતુ, તેમાં ગ્રાહકને ફાયદો થવો મુશ્કેલ છે. ગ્રાહકો વિચારતા રહે છે કે ભાવ ક્યારે ઓછા થશે, ખેડૂતને વાવેતર ખર્ચની ચિંતા હોય છે. ખેડૂત અને ગ્રાહકને કોઇ પણ ઉત્પાદનને લઇને મુશ્કેલીઓ સામાન્ય બની ગઇ છે.
આપણા દેશમાં 14 હેક્ટર જમીન કૃષિના ઉપયોગમાં લેવા આવે છે. જ્યારે ચીન તેની 95 ટકા ખોરાકની જરૂરિયાત તેના પોતાના પાકમાંથી મેળવે છે, તો આપણે દાળ અને તેલની સાથે ડૂંગળીનો નિકાસ કરવાની જરૂર કેમ પડે છે. દેશમાં પાકની વાવણીમાં છુટછાટને લઇને તેની સમગ્ર માહિતી પંચાયત પાસેથી એકઠી કરવાની રહેશે.
સરકારી કચેરીઓ અને સંસ્થાઓએ ખેડૂતોના પાકની વિવિધતા અને ખેતીના નવા ઉપયોગોની જાણકારી આપવી પડશે, જેથી વધુમાં વધુ પાકનો લક્ષ્ય મેળવી શકાય. સરકારે ગ્રોસ ભાવની સિસ્ટમ લાગુ કરવી પડશે જેથી ખેડૂતોને નુકસાન ન જાય.
પાકની આવકને લઇને સમય-સમય પર વિચાર કરવાની જરૂર છે. આવી તૈયારીઓ અને તેને લાગુ કરવાની કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ મંત્રાલયની જવાબદારી છે. જિલ્લા સ્તર પર પાકની પ્લાનિંગ, પરિવહન અને ભંડારણ વ્યવસ્થાઓમાં સરકારની ઢીલાસના કારણે માગ અને પુરવઠાનું અંતર વધતુ જઇ રહ્યું છે.