શ્રીનગરઃ ગત વર્ષે કલમ 370 અને 35 A રદ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કર્ફ્યુ જેવા પ્રતિબંધો સાથે સંપૂર્ણ સંદેશાવ્યવહાર લગભગ નહીવત અને મર્યાદિત કરી દીધા હતા. જમ્મુ અને કાશ્મીરના વહીવટી તંત્ર પ્રમાણે, મોટા વિરોધની આશંકાને કારણે લેન્ડલાઈન, મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
એક વર્ષ પછી પણ જમ્મુ-કાશ્મીર 4G ઈન્ટરનેટ સેવાથી વંચિત 7 મહિના પછી ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ 2G સ્પીડ હજુ યથાવત છે. એક વર્ષ વીતી ગયું છે પરંતુ હાઇસ્પીડ 4G ઇન્ટરનેટને પુનઃસ્થાપિત કરવાનું બાકી છે. આ કારણોસર વિદ્યાર્થીઓ, પત્રકારો, ઉદ્યોગપતિઓ, વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકો, ડોકટરો અને અન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક પત્રકારો પ્રથમ દિવસથી જ કમ્યુનિકેશન સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.
રાષ્ટ્રીય મીડિયા સંગઠન માટે કામ કરતા પત્રકાર વસીમ નબીએ જણાવ્યું હતું કે, જ્યારે સરકારે 7 મહિના પછી કાશ્મીરમાં ઇન્ટરનેટને પુનઃ સ્થાપિત કર્યું ત્યારે તેઓએ ખાતરી આપી હતી કે હાઇસ્પીડ ઇન્ટરનેટ 4જી પણ ફરીથી સ્થાપિત કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, પરિસ્થિતિને સામાન્ય થઈ જવા દો અને ત્યારબાદ 4જી ઇન્ટરનેટ ફરીથી સ્થાપિત થશે. પરંતુ આજદિન સુધી તે થયું નથી.
શિક્ષણ ક્ષેત્રે બહુ નુકસાન વેઠવું પડ્યું છે અને વિદ્યાર્થીઓ હતાશ થઈ રહ્યાં છે. કોરોના મહામારીને કારણે સરકારે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વર્ગોની જાહેરાત કરી હતી. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. કાશ્મીરમાં હાલમાં ખાનગી અને સરકારી શાળાઓમાં દો 1.5 મિલિયન જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઇન્ટરનેટ સ્પીડમાં વારંવાર વિક્ષેપના કારણે સ્કૂલનાં બાળકો કોઈ પણ લેક્ચર ડાઉનલોડ કરી શકતા નથી. વિદ્યાર્થીઓને રેકોર્ડ કરેલા લેક્ચર્સને ડાઉનલોડ કરવામાં કલાકો લાગી જાય છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે, તે શિક્ષણને બદલે હતાશાનું કારણ બની રહ્યું છે.
ઇન્ટરનેટ એ શિક્ષણનો મહત્વપૂર્ણ સ્રોત માનવામાં આવે છે. પરંતુ રાજ્યમાં આ સુવિધા લગભગ એક વર્ષથી ઉપલબ્ધ નથી. NEET પરીક્ષાની તૈયારી કરતી ફલકે ઇટીવી ભારતને કહ્યું કે, વિદ્યાર્થીઓને કાશ્મીરમાં ઉપલબ્ધ 2જી ઇન્ટરનેટનો કોઈ લાભ મળતો નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અમારી તૈયારી ખૂબ મોટી હદે પ્રભાવિત થઈ છે. લગભગ 12 મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ બંધ છે. 5 ઓગસ્ટ, 2019 પછીની સૌથી વધુ અસર શિક્ષણ પ્રણાલી અને અર્થતંત્રને પડી છે. હાઇ સ્પીડ ઇન્ટરનેટની ગેરહાજરીએ અહીં અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે દાવો કર્યો છે કે, જમ્મુ-કાશ્મીરમાં હાઇસ્પીડ 4જી ઇન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધ અંગેની સમીક્ષા વિશેષ પેનલ દ્વારા આગામી બે મહિનામાં કરવામાં આવશે.