શ્રીનગરઃ સંવિધાનથના અનુચ્છેદ-370 હેઠળ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરરજાને દૂર કર્યા બાદ 12 મહિના દરમિયાન 178 આતંકવાદીઓને મારવામાં આવ્યા છે. આંકડા અનુસાર, પાંચ ઓગસ્ટ, 2019થી 23 જુલાઇ 2020 વચ્ચે જમ્મુ-કાશ્મીરમાંથી હિંસાની 112 ઘટનાઓ બની હતી.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટ્યાનું એક વર્ષ, 39 જવાનો શહીદ થયા, 36 નાગરિકોએ જીવ ગુમાવ્યો - આતંકી હુમલો
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરરજો આપનારા સંવિધાનની કલમ-370ને ગત્ત વર્ષે 5 ઓગસ્ટે ખતમ કરવામાં આવ્યો હતો. જે બાદથી કેન્દ્ર શાસિત રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ 178 આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે.
આ દરમિયાન 178 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતાં, જ્યારે 39 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ વચ્ચે 36 નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2020માં અત્યાર સુધીમાં સુરક્ષાબળોએ 77 હથિયાર જપ્ત કર્યા હતા. જેમાં 50 AK-47 રાઇફલનો સમાવેશ થાય છે, જ્યારે તેની તુલનામાં 2019ના પુરા વર્ષમાં સુરક્ષાબળો દ્વારા જપ્ત કરાયેલા હથિયારોની કુલ સંખ્યા 71 હતી.
વધુમાં જણાવીએ તો માત્ર આટલી જ ગેરકાયદાકીય ગતિવિધિ અધિનિયમ હેઠળ 5 ઓગસ્ટ 2019 બાદ 400 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી લગભગ 300 લોકો પર સાર્વજનિક સુરક્ષા અધિનિયમ (પીએસએ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.