ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19ની રસી માટે એકાદ વર્ષનો સમયગાળો કંઇ બહુ મોટો નથી - Manufacturing

કોવિડ-૧૯ની રસી શોધાતાં લાગનારો એકથી દોઢ વર્ષનો અંદાજિત સમય ઘણો લાંબો લાગતો હોવા છતાં, વાસ્તવમાં જોતાં, એ સમય વધુ દૂર નથી. પરસ્પર સહકાર અને તકનિકી વિકાસને કારણે આ સમયગાળો દસ વર્ષથી ઘટીને ફક્ત એક વર્ષ જેટલો થઇ ગયો છે.

coronavirus news
coronavirus news

By

Published : Apr 7, 2020, 12:56 AM IST

નવી દિલ્હી:કોવિડ-19 મહામારી વિશ્વભરમાં તબાહી સર્જી રહી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય તેની રસી શોધવા માટે દિવસ-રાત એક કરી રહ્યો છે અને તમામ અંદાજો આ રસી શોધાતાં 12થી 18 મહિના નિકળી જવાનું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે.


રસી વિકસાવવાની દ્રષ્ટિએ એક વર્ષ કરતાં વધુનો સમયગાળો ઘણો લાંબો લાગતો હોવા છતાં, તે લાગે છે એટલો લાંબો નથી, કારણ કે આ પ્રક્રિયા અત્યંત જટિલ છે.

ટેકનોલોજી તથા પરસ્પર સહકાર ક્ષેત્રે વિશ્વએ ભરેલી હરણફાળને કારણે નવી રસીની શોધ કરવામાં વર્ષો વીતી જવાને બદલે માત્ર થોડા મહિનાઓ જ લાગે છે.

વેક્સીન પ્રથમ ઓળખ કરવાની અને પછીથી લડીને વાઇરસ તથા બેક્ટેરિયાનો નાશ કરવાની માનવીની કુદરતી પ્રતિરક્ષિત વ્યવસ્થાના કોન્સેપ્ટ ઉપર કામ કરે છે.

વેક્સીન વાઇરસ વિશે નાની માત્રામાં માહિતી પૂરી પાડે છે, જેથી શરીર તેના પર પ્રતિક્રિયા કરવા માટે મહત્તમ પ્રતિરક્ષિતતા વિકસાવી શકે.

ઇંડામાં કે કોશોમાં વાઇરસ વિકસાવવાની રસી માટેની પરંપરાગત પદ્ધતિઓ સમય માગી લેતી હતી, જ્યારે ડીએનએ અને આરએનએ આધારિત વેક્સીનની આધુનિક પદ્ધતિઓ પ્રમાણમાં ઘણી ઝડપી છે, કારણ કે તે લેબમાં વિકસાવી શકાય છે.

જોકે, જુદી-જુદી કંપનીઓ વેક્સીન વિકસાવવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવી રહી છે, તે પ્રોત્સાહજનક બાબત છે, કારણ કે તેનાથી એટ લિસ્ટ એક વેક્સીન કારગત નીવડવાની સંભવિતતા વધી જાય છે.

એક વખત વેક્સીન તૈયાર થઇ જાય, ત્યારે તેને રજૂ કરતાં પહેલાં યોગ્ય પરીક્ષણ જરૂરી બની રહે છે. જો તેનું પરીક્ષણ યોગ્ય રીતે ન થાય, તો વેક્સીન તંદુરસ્ત લોકોને જોખમમાં મૂકી શકે છે, કારણ કે સૌપ્રથમ તેનો ઉપયોગ તંદુરસ્ત લોકો પર કરવામાં આવે છે, જેથી તેઓ રોગના સંપર્કમાં ન આવે.

વેક્સીન સલામત છે અને અસરકારક છે, તે સુનિશ્ચિત કરતી ટ્રાયલની પ્રક્રિયા પાછળ વર્ષો નીકળી જાય છે, ત્યારે વિશ્વભરના દેશો હવે આ પ્રક્રિયાને ઝડપી બનાવવાના સામુહિક પ્રયત્નો કરી રહ્યા છે.

એક વખત તે પરીક્ષણમાંથી પસાર થઇ જાય, ત્યાર પછી પણ પ્રક્રિયાએ આખરી, પરંતુ મહત્વના – ઉત્પાદનના તબક્કામાંથી પસાર થવાનું રહે છે.

એક મંજૂરીપ્રાપ્ત વેક્સીનનું ઝડપથી વ્યાપક સ્તરે ઉત્પાદન થાય તે ઘણું જરૂરી છે, જેથી તે વધુ લોકોનાં જીવન બચાવી શકે.

ઘણા લોકોનું માનવું છે કે, ઉત્પાદનનું કાર્ય પરીક્ષણની સાથે-સાથે જ હાથ ધરી શકાય છે, જેથી ઉત્પાદન મંજૂરી મળતાંની સાથે જ ઉપલબ્ધ થઇ શકે. પરંતુ આમ કરવું હિતાવહ નથી, કારણ કે જો વેક્સીન ટ્રાયલમાંથી સફળપણે પસાર ન થાય, તો ભારે નુકસાન વેઠવું પડે છે.

વ્યાપક ઉત્પાદનને વેગ આપવા માટે અને નુકસાનનું જોખમ દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય કોએલિશન ફોર એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇનોવેશન્સ (સીઇપીઆઇ) સાથે મળીને કામ કરી રહ્યો છે અને વેક્સીન વિકસાવવા માટે બે અબજ ડોલરનું ફંડ પણ આપ્યું છે.

વેક્સીન જીવન બચાવે છે અને સાથે જ, સમાજ તેની સામાન્ય કામગીરીમાં ઝડપથી પાછો ફરે તે સુનિશ્ચિત કરે છે, આથી તે અત્યંત જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details