વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના આમંત્રણ પર ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે રવિવારે તેમના વતન નાગપુર પહોંચ્યા હતા. નાગપુરના સ્થાનિક ન્યાયાધીશો અને વકીલોએ પણ બોબડેને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ માટે સીજેઆઇએ વિદર્ભ ક્રિકેટ એસોસિએશનનો પણ આભાર માન્યો હતો.
ચીફ જસ્ટીસ બોબડે પોતાના વતન પહોંચ્યા, ક્રિકેટ રમી એસોસિએશનનો માન્યો આભાર
નાગપુર: ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી આવે છે. નવરાશની પળોમાં સીજેઆઈ બોબડે રવિવારે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.
નાગપુર
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, નાગપુરમાં શું ખાસ લાગ્યું ? ત્યારે તેમણે કહ્યુ હતું કે, નાગપુર તેમની જન્મભૂમિ છે. અહીં આવવાની એક અલગ મજા છે. તેમજ તેમણે નાગપુરની જૂની યાદો પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નાગપુર શહેર શાંત, સુંદર અને સારી જગ્યા છે.
રવિવારે વિદર્ભમાં જજ ઇલેવન અને વકીલ ઇલેવનની વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી. આ મેચમાં બોબડેએ 30 બોલમાં 18 રન બનાવ્યા હતા. તે ઉપરાંત બોબડેએ 3 ચોક્કા પણ લગાવ્યા હતા.
Last Updated : Jan 20, 2020, 7:22 AM IST