મહારાષ્ટ્રઃ પુણેમાં શંકાસ્પદ બાગ્લાદેશીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન શરૂ કર્યાના એક દિવસ બાદ લઘુમતિ સમુદાયના એક વ્યક્તિએ મનસેના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ તેના ઘરમાં ઘુસી તેમની પજવણી કરી હતી. સહકાર નગર પોલીસ મથકની હદમાં આ કથિત ઘટના બની હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પર લાગ્યો ગંભીર આરોપ, જાણો શું છે આરોપ...
લઘુમતિ સમુદાયના એક વ્યક્તિએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં મનસેના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ ઘરમાં ઘુસી પજવણી કરે છે.
મનસેના એક નેતાએ કહ્યું કે, અમને શંકા બતી કે, આ વિસ્તારમાં કેટલાક ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહે છે. જે અંતર્ગત અમે પોલીસને પુછપરછ કરવા સુચવ્યું હતું. શંકાસ્પદ રહેવાસીઓએ પોલીસ મથકમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યા તેમની પુછપરછ કર્યા બાદ સાંજે છોડી મુકાયા હતા.
ઉચ્ચ અધિકારીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જ્યારે મનસે કાર્યકર્તાઓ કોઈ વિસ્તારમાં અભિયાન અંતર્ગત તપાસ કરવા જાય છે, ત્યારે પોલીસ પણ તેમની સાથે જાય છે. મનસેના કાર્યકરો જે લોકોને બાંગ્લાદેશી કહીને લાવ્યા હતા, તેમની ખરાઈ કરવામાં આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે, તેમાથી કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નથી. તેમાંથી એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે, મનસેના કેટલાક કાર્યકર્તાઓએ તેના ઘરમાં ઘુસી તેને બાંગ્લાદેશી કહી પજવાણી કરી હતી. જોકે, તે પશ્ચિમ બંગાળથી આવ્યો હતો.