નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું છે કે, 31 માર્ચ, 2021 સુધીમાં 'વન નેશન વન રેશનકાર્ડ' યોજના દેશભરમાં લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2020 ના રોજ, 12 રાજ્યો આ યોજના સાથે સંકળાયા હતા.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે 1 જાન્યુઆરી, 2020 ના રોજ આ યાદીમાં આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા ઉમેરવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે 1 મે, 2020 ના રોજ બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, દમણ દીવ (દાદર નગર હવેલી) આ યોજના સાથે જોડાયેલા હતા. 1 જૂનના રોજ ઓડિશા, સિક્કિમ, મિઝોરમ આ યોજના સાથે સંકળાયેલા હતા. 1 ઓગસ્ટના રોજ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મણિપુર પણ ઉમેરવામાં આવશે.