ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વકીલોની ત્રણ દિવસની હડતાલમાં એક લાખથી વધુ કેસ પેન્ડિંગ - તીસ હજારી કોર્ટ

નવી દિલ્હી: તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચેના ઝગડાની આગમાં હવે આમ જનતાને હાલાકી ભોગવવી પડે છે. વકીલો છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર છે, જેના કારણે એક લાખથી વધુ કેસ પેન્ડિંગ પડ્યા છે.

હડતાલ

By

Published : Nov 7, 2019, 10:16 AM IST

રાજધાનીમાં છેલ્લા ત્રણ દિવસથી વકીલોની ચાલી રહેલી હડતાલને કારણે એક લાખથી વધુ કેસની સુનાવણી થઈ શકી નથી. જો આ હડતાલ લાંબી ચાલશે તો આંકડો વધુ વધશે. જ્યારે તીસ હજારી કોર્ટમાં છેલ્લા 3 દિવસમાં 40 હજારથી પણ વધારે કેસ પેન્ડિંગ છે. દિલ્હીમાં નવા બનેલા રાઉઝ એવન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપરાંત ત્યાં બીજી છ જિલ્લા અદાલતો છે. આ જિલ્લા અદાલતોમાં આશરે 400 કોર્ટ રૂમ છે. આ દરેક કોર્ટમાં 80 થી 100 કેસોની સુનાવણી થાય છે.

આગળની સુનાવણી માટે તારીખની માંગ

આશરે છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસની સુનાવણી થઈ શકી નથી. વકીલોની હડતાલ દરમિયાન ન્યાયાધીશોએ દરેક કેસમાં સુનાવણી માટે આગળની તારીખ આપી દીધી છે અને ઘણા મામલામાં પ્રતિકૂળ ઓર્ડર આપ્યા પણ નથી.

જેલમાં સુનાવણી રાખવામાં આવી રહી છે

બીજી તરફ ગુનાહિત કેસોમાં દિલ્હીની જેલોમાં બંધ કેદિયોના રિમાન્ડ પર સુનાવણી કરવા માટે જેલમાં જ ડ્યુટી મેજિસ્ટ્રેટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. ખરેખર હડતાલના સમયગાળા દરમિયાન કોર્ટ પરિસરમાં જેલ વાનમાંથી કેદીઓને લાવવું શક્ય નથી, તેથી જેલમાં જ કેદીઓને રિમાન્ડની સુનાવણી થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details