નવી દિલ્હી: ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ એક કડવું સત્ય છે કે, કોંગ્રેસ નેતા પોતાનું શોષણ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા હતાશ કેમ થઈ રહ્યા છે. વધુમાં શાહે કહ્યું કે, 45 વર્ષ પહેલા આજના દિવસે સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં કટોકટી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે, રાતોરાત દેશને જેલમાં બદલવામાં આવ્યો હતો. મીડિયા, અદાલત બધું જ પૂર્ણ થઈ ગયું હતું. ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.
લાખો લોકોના પ્રયાસના કારણે કોટોકટી દુર થઈ હતી. ભારતમાં લોકતંત્ર બેહાલ થયું હતું પરંતુ લોકતંત્ર કોંગ્રેસ પાર્ટીમાંથી હજી પણ બાકાત રહ્યું છે. તેમણે કહ્યું કે, એક પરિવાર અને પાર્ટીનું હિત રાષ્ટ્રીય હિત પર હાવી હતું.