નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે કહ્યું હતું કે, તેઓ તથ્યોમાં નબળા અને વિરોધ કરવામાં અગ્રેસર છે. આ પ્રકારના નિવેદનો આપીને વિદેશ નીતિના મુદ્દાઓનું રાજકારણ કરી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો કે, એક રાજવંશ વર્ષોથી વડાપ્રધાન બર્બાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'આ ફક્ત સરહદ વિવાદને લગતી સામાન્ય બાબત નથી, પરંતુ વડાપ્રધાનની '56 ઇંચની છબી 'પર હુમલો કરવાનું ચીનનું કાવતરું છે.'
ભાજપા અધ્યક્ષે ટ્વિટ કર્યું હતું કે, "તે ડોકલામની વાત હોય કે વર્તમાન સમયની, રાહુલજીને ભારતીય સશસ્ત્ર દળો પર વિશ્વાસ કરવા કરતાં તાજેતરના વર્ષોમાં ચીન દ્વારા આપવામાં આવેલી માહિતીમાં વધુ રસ છે. એક પરિવાર કેમ ભારતને નબળું અને ચીનને મજબૂત જોવા માંગે છે. કોંગ્રેસમાં પણ ઘણા નેતાઓ રાજવંશને નાપસંદ કરે છે."
ભાજપા અધ્યક્ષે ટ્વિટ કર્યું હતું કે, "રક્ષા અને વિદેશી નીતિને લગતા મુદ્દાઓને રાજકીય બનાવવાનો પ્રયાસ એ એક રાજવંશની હતાશા પ્રતિબિંબિત કરે છે. રક્ષા મુદ્દે રાજકારણ કરીને આ રાજવંશ 1962માં કરેલા પાપોથી તેમના હાથ ધોવા માંગે છે અને ભારતને નબળું બનાવવા માંગે છે." તેમણે આક્ષેપ કર્યો હતો કે, "1950ના દાયકાથી ચીને રાજવંશમાં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે, જેનાથી ફાયદો પણ થયો છે."
પીએમ મોદીની આલોચના અંગે નડ્ડાએ કહ્યું હતું કે, "વર્ષોથી એક પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બર્બાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમના માટે દુઃખની વાત એ છે કે, વડાપ્રધાન મોદીનો 130 કરોડ ભારતીય લોકો સાથે ઉંડો સંબંધ છે. વડાપ્રધાન જનતા માટે જીવે છે અને કામ કરે છે. જે લોકો પીએમ મોદીને બરબાદ કરવા માગે છે તેઓ તેમની જ પાર્ટીનો નાશ કરશે."