કર્ણાટક: દેશવ્યાપી લોકડાઉન પરિસ્થિતિને કારણે પોલીસ કર્મચારીઓ કામમાં વ્યસ્ત છે. આ દરમિયાન બ્યપ્પનહલ્લી પોલીસ સ્ટેશનમાં એક ખાસ મહેમાનનું આગમન થયું છે. શહેરના બ્યપ્પનહલ્લી પોલીસ સ્ટેશનમાં 20 દિવસ પહેલા પોલીસ અધિકારીઓ દ્વારા બચાવવામાં આવેલું એક વાછરડું બ્યપ્પનહલ્લી પોલીસ સ્ટેશનનું અવિભાજ્ય અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેશન હાઉસ ઓફિસર મોહમ્મદ રફીએ આ વિશેષ મહેમાનને ભીમા નામ આપ્યું છે.
હવે વાછરડાની સંભાળ પોલીસ રાખશે...!
વિશ્વવ્યાપી કોરોના વાઈરસની મહામારીને કારણે ઘણા દેશો સહિત ભારતભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં પરિવહન દરમિયાન રેસ્ક્યું કરવામાં આવેલા વાછરડાની સંભાળ હવે બેંગલુરુ પોલીસ રાખશે.
હવે વાછરડાની સંભાળ પોલીસ રાખશે???
30 માર્ચના રોજ બેંગલુરુ શહેરના બ્યપ્પનહલ્લી પોલીસ સ્ટેશનના સ્ટાફને આકસ્મિક રીતે એક સુંદર વાછરડુ મળ્યું હતું. તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. પોલીસ તેની પુરતી સંભાળ રાખી રહી છે. આ દરમિયાન ઈન્સ્પેક્ટર મોહમ્મદ રફીની ખૂબ નજીક એવા આ વાછરડાનું નામ 'ભીમા' રાખવામાં આવ્યું છે.
પશુચિકિત્સકની ભલામણ અનુસાર પોલીસ વાછરડાને લગભગ 20 લિટર દૂધ, કઠોળ અને અન્ય અનાજ ખવડાવી રહી છે. ઈન્સ્પેક્ટર રફી પોતાના પરિવારના સભ્યની જેમ જ આ વાછરડાની સંભાળ રાખે છે.