કેરળ: સગર્ભા હાથણીના મૃત્યુના કેસમાં એકની ધરપકડ - One arrested in Kerala pregnant elephant death case
કેરળના સાયલન્ટ વેલીના જંગલમાં સગર્ભા હાથણીની મોતના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કેરળ
પલક્કડ: કેરળના વન પ્રધાન કે. રાજૂએ જાણકારી આપી છે કે, પલક્કડમાં સર્ગભા હાથણીના મોતના કેસમાં શુક્રવારે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હાથણીને કેટલાંક લોકોએ ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવ્યું હતું. જે અનાનસ હાથણીના મોઢામાં ફૂટવાથી તેનું મોત થયું હતું. ત્યારબાદ લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો. તેમજ લોકોએ આરોપીને સજા આપવાની માગ કરી હતી.