બલિયા/લખનઉ : ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં ગોળીમારનાર 8માંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. વારાણસી ઝોનના ADG બ્રજ ભૂષણએ આ અંગે જણાવ્યું કે, ફરિયાદમાં 8 લોકોના નામ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અહીં તૈનાત કરાયેલા તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેલિયાના ધારાસભ્ય સુરેન્દ્રસિંહ મુખ્ય આરોપી ધીરેન્દ્રના બચાવમાં આગલ આવ્યા છે. ધીરેન્દ્રએ આત્મરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતું. પોલીસ તપાસ ઉપર પ્રશ્નાર્થ ચિન્હ મુકતા તેમણે તેમની તપાસ માટે CB,CIDની માગ કરી છે. તેમણે શુક્રવારે કહ્યું કે, રેવતી કૌભાંડના મામલે પોલીસ એકપક્ષીય કાર્યવાહી કરી રહી છે.
ગુરુવારે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રેવતી વિસ્તારમાં સરકારી સસ્તી સ્ટોલની દુકાનની પસંદગી માટે બોલાવાયેલી બેઠક દરમિયાન એક વ્યક્તિની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે કડક પગલા લેતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ડેપ્યૂટી કલેક્ટર અને હાજર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.
બલિયા પોલીસ અધિક્ષક દેવેન્દ્ર નાથે જણાવ્યું કે, રેવતી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દુર્જનપુર ગામમાં સરકારીની સસ્તી સ્ટોલની દુકાનની પસંદગી માટે પંચાયત ભવન ખાતે બેઠક મળી હતી. તેમણે કહ્યું કે, આ પસંદગી માટે બે સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલા લોકો હાજર હતા. પસંદગી દરમિયાન, બંને જૂથોના લોકો નિરાશ થયા હતા અને ઝઘડો થયો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ચર્ચા બાદ બેઠકમાં ઉપસ્થિત નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટે પસંદગી મોકૂફ કરી દીધી હતી. તે દરમિયાન એક જૂથના ધીરેન્દ્ર પ્રજાપતિએ ફાયરિંગ કર્યું હતું જેમાં જય પ્રકાશ ઉર્ફે ગામા પાલનું મોત થયું હતું. ઘટના બાદ નાસભાગ મચી ગઈ હતી. આરોપી ધીરેન્દ્ર ભાજપનો પદાધિકારી છે.
આ વાતની પુષ્ટિ કરતાં બૈરિયા પ્રદેશના પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું કે, ધીરેન્દ્ર ભાજપ સૈન્ય સેલના જિલ્લા પ્રમુખ છે. આ ઘટનાને 'કેઝ્યુઅલ' ગણાવતા સિંહે કહ્યું કે, આવી ઘટના ગમે ત્યાં થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં બંને પક્ષો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ મામલે કાયદો તેની કામગીરી કરશે. સિંહે વધુમાં કહ્યું કે, જો ધીરેન્દ્ર સિંહે આત્મરક્ષણમાં ગોળીબાર કરી હતી, જો તે આવું ન કરતો તો તેના પરિવારના સભ્યો માર્યા ગયા હોત.
આ ઘટનાને ગંભીરતાથી લેતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંબંધિત નાયબ કલેક્ટર સુરેશચંદ્ર પાલ, પોલીસ અધિકારી ચંદ્રકેશસિંહ અને સ્થળ પર હાજર તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા અને ઘટનાના આરોપી સામે 'કડક' કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, આ કેસમાં અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે અને જો તેઓ જવાબદાર સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ કેસમાં જય પ્રકાશના ભાઈ ચંદ્રમાની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ ચાર નામના અને 15 થી 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સ્થળ પર પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થળ પર શાંતિ છે.