ઇતિહાસ
• વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને વિશ્વભરના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. તે કાર્લ લેન્ડ સ્ટીનર નોન ના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે જેઓનો જન્મ 14 જૂન, 1868ના રોજ થયો હતો.
• વિશ્વ રક્તદાતા દિવસ, તમામ દાતાઓ માટે , કાર્લ લેન્ડસ્ટીનર (એબીઓ બ્લડ ગ્રુપ પદ્વતિની શોધ માટે નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક)ની જન્મદિવસ ઉજવણી અને તેમની યાદ માટેની અમૂલ્ય તક લાવે છે.
વિશ્વ રક્તદાતા દિવસ 2020
- 14 જૂન 2020ના રોજ ડબ્લ્યુએચઓ અને બધા દેશો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરશે
- 2005 માં વિશ્વ આરોગ્ય સંગઠન એ રક્તદાતાઓનો આભાર માનવા અને વધુ લોકોને મુક્તપણે રક્ત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ દિવસ નક્કી કર્યો હતો. વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષે 14 જૂને ઉજવાય છે. રક્તદાતાઓનો આભાર માનવા સાથે, સલામત રક્તની વૈશ્વિક આવશ્યકતા અને દરેક કેવી રીતે યોગદાન આપી શકે છે તે વિશે જાગૃતિ લાવવાનો દિવસ છે.
મહત્વના તથ્યો
- વૈશ્વિક સ્તરે એકત્રિત થયેલ 11.85 કરોડ રક્તદાનમાંથી, થી 40% ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં એકત્રિત કરવામાં આવે છે, જે વિશ્વની 16% વસ્તી ધરાવે છે.
- ઓછી આવક ધરાવતા દેશોમાં, 54% સુધીનું લોહી 5 વર્ષથી ઓછી વયના બાળકોને આપવામાં આવે છે; જ્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં, મોટાભાગે દર્દી જૂથની ઉંમર 60 વર્ષથી વધુ હોય છે, જે તમામનો 75% હિસ્સો ધરાવે છે.
- 1000 લોકોનાં નમૂનાઓના આધારે જોઇએ તો, રક્તદાન નો દર ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં 31.5 છે , ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા દેશોમાં 15.9 છે જ્યારે નીચા-મધ્યમ આવકવાળા દેશોમાં 6.8 છે અને ઓછી આવક ધરાવતા દેશોમાં 5.0 છે.
- 2013 થી 2018 દરમિયાન સ્વૈચ્છિક નિશુલ્ક દાતાઓનો દ્રારા આપવામાં આવેલ રકતદાન માં 78 લાખ નો વધારો નોંધવામાં આવ્યો છે. કુલ, 79 દેશોએ સ્વૈચ્છિક નિશુલ્ક રક્ત દાતાઓ પાસેથી તેમના 90 ટકા મેળવે છે; જ્યારે કે, 56 દેશો તેમની જરરૂત નું 50% થી વધુ રકત, કુટુંબ કે બદલી અથવા ચૂકવેલ દાતાઓ પાસેથી એકત્રિત કરે છે.
- માહિતી આપતા 171 દેશોમાંથી ફક્ત 55 જ પ્લાઝ્મા આતારિત ઓષધીય ઉત્પાદનો (પી.ડી.એમ.પી) એકત્રિત પ્લાઝ્માના અપૂર્ણાંક દ્વારા ઉત્પન્ન કરે છે. કુલ 90 દેશોએ અહેવાલ આપ્યો છે કે તમામ પી.ડી.એમ.પી આયાત કરવામાં આવે છે, 16 દેશોએ અહેવાલ આપ્યો છે કે એહવાલના સમયગાળા દરમિયાન કોઈ પી.ડી.એમ.પીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અને 10 દેશોએ આ પ્રશ્નના જવાબ આપ્યા નથી.
આદર્શ પરિસ્થિતિ