ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝાલાવાડમાં ચોરીની શંકાના આધારે યુવાનને ઢોર માર માર્યો - suspicion of goat theft

ઝાલાવાડના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાનને ત્રણ યુવકોએ બકરી ચોરીની શંકાના આધારે આખી રાત બાંધીને તેને માર માર્યો હતો તેમજ તેના કપડા અને વાળ પણ કાપ્યા હતા. ઉપરાંત આરોપીઓએ કિશોરનું મોઢું પણ કાળું કરી નાખ્યું હતું.

ઝાલાવાડમાં બકરી ચોરીની શંકાના આધારે યુવાનને ઢોર માર માર્યો
ઝાલાવાડમાં બકરી ચોરીની શંકાના આધારે યુવાનને ઢોર માર માર્યો

By

Published : Jun 13, 2020, 4:00 PM IST

ઝાલાવાડ (મધ્યપ્રદેશ): ઝાલાવડના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક યુવાનને ત્રણ યુવકોએ બકરી ચોરીની શંકાના આધારે પૂરી રાત બાંધીને તેને માર માર્યો હતો અને કાતરથી તેના કપડા અને વાળ પણ કાપ્યા હતા. ઉપરાંત આરોપીઓએ યુવાનનું મોઢું પણ કાળું કરી નાખ્યું હતું. ગંભીર રીતે માર મારવાને કારણે યુવાનને ઝાલાવાડની એસઆરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કોતવાલી પોલીસેે તપાસ શરૂ કરી છે.

યુવાનના કેહવા પ્રમાણે, મોડી રાત્રે રામસિંહનો ફોન આવ્યો હતો. ત્યાર બાદ પીડિત યુવાન તેના ઘરે ગયો ત્યારે તે અને તેના બે મિત્રોએ કંઈપણ બોલ્યા વિના તેની સાથે લડવાનું શરૂ કરી દીધું અને તેને અગાશી પર લઈ ગયો અને તેના હાથ-પગ બાંધી દીધા હતા. આરોપીએ તવાથી માથામાં માર્યું હતું, જેનાથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સિવાય આરોપીએ તેના માથાના વાળ અને કપડા કાતરથી કાપ્યા હતા. તે પછી યુવાનનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં યુવાનની માતા રામસિંહના ઘરે પહોંચી હતી. અને ગંભીર ઇજાને કારણે તેને એસઆરજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પોલીસનું કહેવું છે કે, આરોપી યુવકે બકરી ચોરીની શંકાના આધારે યુવાન જોધરાજ ભીલને માર માર્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવાન પાસેથી 1 લાખ રૂપિયાની માગ પણ કરી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details