રાજસ્થાન: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે જેસલમેરથી જોધપુર માટે રવાના થયા છે. આ પહેલા તેઓ હોટલ સૂર્યગઢથી નિકળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી, તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી 100થી વધુ ધારાસભ્યો એક સાથે એક જગ્યા પર રોકાયેલા છે. જે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત થયું હશે. આ લડાઈ લોકતંત્રને બચાવવા માટેની હતી અને ચાલુ જ રહેશે.
પાયલટ સાથેની ટકરાર મુદ્દે CM ગેહલોતે કહ્યું- ભૂતકાળને ભૂલી જાઓ અને મને માફ કરો
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે જેસલમેરથી જોધપુર માટે રવાના થયા છે. આ પહેલા તેઓ હોટલ સૂર્યગઢથી નિકળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી, તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી 100થી વધુ ધારાસભ્યો એક સાથે એક જગ્યા પર રોકાયેલા છે. જે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત થયું હશે.
મહત્વનું છે કે, સચિન પાયલટ અને બળવાખોર ધારાસભ્યોની નારાજગીને લઈ છેલ્લા કેટલાક દિવસમાં જે રાજકીય ઉથલપાથલ થઈ હતી. જે હવે શાંત થવા જઈ રહી છે. પાયલટ ધારાસભ્યોની વાપસીને લઈ નારાજગી પર કહ્યું કે, જે ઘટનાક્રમ અને ઘારાસભ્યો આટલા દિવસથી કરી રહ્યાં છે. આ માટે નારાજ હોવું સ્વાભાવિક હતું.
મુખ્યપ્રધાને કહ્યું કે, હવે અમારા બધા જ ધારાસભ્યો પરત આવી ગયા છે. જે મતભેદો હતા તે દૂર કરી બધા સાથે મળી કામ કરીશું અને પ્રદેશના લોકોની સેવા કરીશું. પ્રદેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામના પાઠવું છું. ગેહલોતે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો જે હેતુ છે, તેને સફળ થવા દેશું નહી.