નવી દિલ્હીઃ પીએમ કેયર્સ ફંડમાં જમા થયેલી રકમને રાષ્ટ્રીય રાહત આપત્તિ ભંડોળમાં ટ્રાન્સફર કરવાની અરજી મામલામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજમાં ફંડનો દુરૂપયોગ થયો હતો.
સુપ્રીમ કોર્ટે પીએમ કેયર્સ ફંડમાં જમાં થયેલી રકમને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF)માં ટ્રાન્સફર કરવાની અરજીને ફગાવી દીધી છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મુદ્દાને લઇને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
સુપ્રિમ કોર્ટ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભાર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા પ્રાયોજિત ષંડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પીએમ કેયર્સ ફંડને મંજૂરી આપી દીધી છે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા દિવસથી જ કોરોના વિરૂદ્ધ લડાઇમાં દેશની એકતાને નબળી કરવાનો પ્રયાસ કર્યો છે.