નવી દિલ્હી: કોરોના વાઈરસના સંક્રમણ હોવાની સંભાવના હોવા છતાં હજારો લોકોએ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કડક વલણ અપનાવતાં કહ્યું છે કે, જો આ મામલામાં કોઈ પણ અધિકારીની લાપરવાહી સામે આવશે તો તેને માફ કરવામાં નહીં આવે.
નિઝામુદ્દીન મરકઝ કેસ: ઉપરાજ્યપાલે દિલ્હી પોલીસને FIR નોંધવા આપ્યા આદેશ - નિઝામુદ્દીન મરકઝ કેસ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાઈરસનું સંક્રમણ હજી સુધી સમુદાયના સ્તરે પહોંચ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે પ્રતિબંધ હોવા છતાં, દિલ્હી સરકારે ઉપરાજ્યપાલને નિઝામુદ્દીન મરકઝમાં ધાર્મિક કાર્યક્રમો પર કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો. આ પછી રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે.
kejrival
આ પછી રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવશે. કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ભાગ લેનારા 1,548 લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. જેમાંથી 441 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 1,107 લોકોને અલગ કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.