નવી દિલ્હી: ભારતમાં ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ફરી શરૂ કર્યાના એક દિવસ બાદ 41,673 લોકોએ 608 ફ્લાઈટમાં પ્રવાસ કર્યો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટર પર આ બાબતે જણાવ્યું હતું કે, મંગળવારે સરળ કામગીરી જોવા મળી હતી. ભારતના વિમાની મથકોમાં મંગળવાર સાંજ સુધીમાં 41,673 પ્રવાસી સાથે 325 ફ્લાઈટનું પ્રસ્થાન અને 283 ફ્લાઈટનું આગમન થયું છે.
608 ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં 41,673 લોકોએ કર્યો પ્રવાસ - ફ્લાઈટ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ફરી શરૂ થયાના બીજા દિવસે (મંગળવાર સાંજે 5 કલાક સુધીમાં) ભારતીય વિમાન મથકોથી 41,673 પ્રવાસીઓ સાથે કુલ 608 ફ્લાઈટ ઉડી હતી.
608 ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં 41,673 લોકોએ કર્યો પ્રવાસ
એક દિવસ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું કે, મંગળવારે આંધ્રપ્રદેશની હવાઈ સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓ અને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. બે મહિના બાદ વિમાન સેવા ફરી શરૂ કરવાના પહેલા જ દિવસે સોમવારે 832 ફ્લાઇટ્સમાં 58,318 લોકોએ પ્રવાસ કર્યો હતો.