મેરઠ: એડવોકેટ રિઝવાન રમઝાનીના નામથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર અલગ અલગ ગ્રુપમાં CAAના વિરોધમાં ભારત બંધની અપીલ કરવામાં આવી હતી. જો કે, પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખુલાસો થયો હતો. આ શખ્સને જેમ જાણ થઇ કે તેના નામથી ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે. જેની તુરંત જ પોલીસને જાણ કરી હતી.
CAA મુદ્દે ભારત બંધના એલાનની અફવા, મેરઠ પોલીસનો ખુલાસો
નાગરિકતા સંશોધન કાયદાને લઇ યુપીમાં વિરોધ પ્રદર્શનનો કાવતરું રચનાર સામે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે ફરી એક વખત ભારત બંધનો એલાન કરવામાં આવ્યું છે, પરંતુ મેરઠ પોલીસે ખુલાસો કર્યો છે કે, ભારત બંધ એલાન ખોટું છે. ખોટા પોસ્ટર્સ છાપી અને સોશિયલ માડિયામાં ખોટા નામોથી બંધની અપીલ કરવામાં કરતો એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની તપાસ પોલીસ કરી રહી હતી.
CAA ને લઇ ભારત બંધના અફવાનો મેરઠ પોલીસનો ખુલાસો
આ આગાઉ પણ CAAના વિરોધમાં 20 ડિસેમ્બરના રોજ હિંસા થઈ હતી, ત્યારે પણ આ જ વ્યક્તિના નામનો ઉપયોગ ખોટા મેસજ ફેલાવાયો હતો અને સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી. આ સિવાય પોસ્ટર્સ ઉપર પણ રિઝવાન રમઝાનીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જોકે આ શખ્યનું કહેવું છે કે, મેં કોઇ પણ પ્રકારના વિરોધથી કોઇ મતલબ નથી. તેણે કહ્યું કે, હું કોઈ ઉમેલા-એ-હિંદને નથી ઓળખતો અને તેનાથી મારે કોઇ મતલબ નથી. આ ઘટના સામે આવતાની સાથે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.