ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપીમાં ઓમપ્રકાશ રાજભરની બગાવત, મોદી અને રાજનાથ સિંહ સામે ઉમેદવાર ઉતાર્યા - up

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં કેબીનેટ પ્રધાન રહી ચૂકેલા ઓમપ્રકાશ રાજભરે ભાજપ અને એનડીએનો સાથ છોડી દીધો છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે જાહેરાત કરી હતી કે, ઉત્તરપ્રદેશમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડશે કોઈની પણ  સાથે ગઠબંધન નહીં કરે. ભાજપ પાસેથી કોઈ સીટ ન મળતા તેમણે 5,6 અને સાત તબક્કા માટે આજે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

ઓમપ્રકાશ રાજભર

By

Published : Apr 16, 2019, 2:29 PM IST

આપને જણાવી દઈએ કે, ઓમપ્રકાશે વારાણસીથી પણ પોતાની પાર્ટીના ઉમેદવારને ઉતાર્યા છે જ્યાં વડાપ્રધાન મોદી ઉમેદવાર છે. એટલુ જ નહીં રાજભરે લખનૌથી પણ રાજનાથ સિંહની સામે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આ યાદી જાહેર કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, આજે પણ મને ભાજપ સાથે ચૂંટણી લડવાની ઈચ્છા છે પણ અપના દલને એક સીટ આપ્યા પછી અમને એક પણ સીટ ભાજપ આપવા તૈયાર નથી. મને બોલાવી ભાજપમાંથી લડવા માટે કહેવાયું હતું . તેમણે આ બાબતે કહ્યું હતું કે, હું મારું સંગઠન ખતમ કરી ભાજપમાંથી ચૂંટણી ન લડી શકું. એટલા માટે મેં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details