નવી દિલ્હી : શશી થરૂરે પીએમ મોદીના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઇને મોદી પર આકરા પ્રહાર કર્યા છે. શશી થરૂરે કહ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજન દરમિયાન સંબોધનમાં વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ 130 કરોડ ભારતીયોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, ભારતની જનસંખ્યા 138 કરોડથી વધુ છે. તેમજ સંશોધિત નાગરિક્તા કાનૂન તથા રાષ્ટ્રીય નાગરિક પંજી બાદ 8 કરોડ લોકોને ભૂલી જવા એ ચિંતાની વાત છે. તેમણે કહ્યું કે, તેનાથી જો અજાણતાં ભૂલ થઇ છે તો, સુધાર કરવાથી આશ્વાસન મળશે.
થરૂરે ટવીટ કર્યું કે, રામ મંદિર વિશે વાત કરતા વડાપ્રધાને 130 કરોડ ભારતીયોને શુભેચ્છા પાઠવી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અંદાજિત વસ્તી 1,38,00,04,385 છે. તેમણે કહ્યું કે, CAA/NRC બાદ 8 કરોડ લોકોને ભૂલી જવા ચિંતાનો વિષય છે.