ગુજરાત

gujarat

By

Published : Sep 9, 2020, 1:10 PM IST

ETV Bharat / bharat

ઓમર શ્રીનગરનો સરકારી બંગલો ખાલી કરશે, 31 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા પોતાનો સરકારી બંગલો ખાલી કરી રહ્યાં છે. તેમણે હાઉસિંગ વિભાગના સચિવને પત્ર લખીને ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો છે. નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે, હું પોતાના માટે ઘર શોધી રહ્યો છું. 31 ઓક્ટોબર સુધીમાં સરકારી આવાસ ખાલી કરીશ.

ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સરકારી નિવાસ ખાલી કરવાના છે. તે 31 ઓક્ટોબર પહેલા આ ઘર છોડશે. આ સંદર્ભે તેમણે વહીવટી સચિવને પત્ર લખ્યો છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને સરકારી રહેઠાણ, સુવિધાઓ અને સ્ટાફ પાછો ખેંચવાનું કહેવામાં આવ્યું હતું.

ઓમર અબ્દુલ્લા ગુપકાર રોડ પર જી-1 સરકારી બંગલામાં રહે છે, જે શ્રીનગરનો સૌથી વધારે સુરક્ષિત અને સૌથી પોશ વિસ્તાર છે. આ બંગલો તેઓ પાસે 2002થી છે, જ્યારે તે શ્રીનગરના સાંસદ હતા. 2008માં જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા પછી ઓમર અબ્દુલ્લાને સીએમ નિવાસ સાથેનો જી-5 બંગલો ફાળવવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2010થી બંને બંગલો સીએમ હાઉસિંગના સત્તાવાર નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે સુરક્ષાનો હવાલો આપીને આ સરકારી બંગલો ખાલી કર્યો નથી. ઓમર અબ્દુલ્લાએ આ કેસમાં કહ્યું હતું કે, નિયમ મુજબ તેમને જમ્મુ અથવા શ્રીનગરમાં ક્યાંય પણ સરકારી આવાસ ફાળવવાના હતાં. તેમણે શ્રીનગરમાં આ બંગલો પસંદ કર્યો છે, જેથી તે તેમની પાસે હતો. તેઓ અહીં કાયદેસર રીતે રહેતા હતાં. ઓમર અબ્દુલ્લાએ પત્રમાં લખ્યું કે, 'હું તમને કહેવા માંગુ છું કે હું મારા નિવાસ માટે યોગ્ય જગ્યા શોધી રહ્યો છું. કોરોના વાઇરસને કારણે પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગશે. હું આગામી 8થી 10 અઠવાડિયામાં મારો સરકારી બંગલો ખાલી કરીશ અને સરકારને સોંપીશ.

ABOUT THE AUTHOR

...view details