ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના JEE મેઈન્સ ટોપર્સના સંઘર્ષની કરી પ્રશંસા - અભિનંદન

જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ સસ્પેન્શન હોવા છતાં JEE મેઈન્સમાં સારો સ્કોર કરવા બદલ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના JEE મેઈન્સ ટોપર્સના સંકલ્પની પ્રશંસા કરી હતી. જમ્મુના આર્યન ગુપ્તાએ બીજી વખત જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ સ્કોર 99.73 કર્યો છે. જ્યારે કાશ્મીરના નવીદ ઉલ ઇસ્લામે પણ પ્રભાવશાળી 99.23 સ્કોર કર્યો છે.

Omar Abdullah
Omar Abdullah

By

Published : Sep 14, 2020, 6:39 AM IST

શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ રવિવારે જમ્મુ-કાશ્મીરના બે રહેવાસી આર્યન ગુપ્તા અને નવીદ ઉલ અમીનને અભિનંદન પાઠવ્યા હતા. JEE મેઈન્સની પરીક્ષામાં હડતાલ સાથે તોડફોડ કરવામાં આવી હતી.

ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિએ ફરીથી સાબીત કર્યું છે કે, દ્રઢ સંકલ્પ વડે તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જમ્મુના આર્યન ગુપ્તાએ બીજી વખત જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ સ્કોર 99.73 કર્યો છે. જ્યારે કાશ્મીરના નવીદ ઉલ ઇસ્લામે પણ પ્રભાવશાળી 99.23 સ્કોર કર્યો છે. આપણા યુવાનો રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે.

NC નેતાએ વધુમાં જણાવ્યું કે, હું ટોપર્સને તેમના માતાપિતા અને આપણને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવું છું. હું તેમના ઉજ્જવળ અને સંતોષકારક કારકિર્દીની કામના કરું છું. તેમને મારી શુભેચ્છાઓ.

પૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, છેલ્લાં એક વર્ષથી સતત ઇન્ટરનેટ સસ્પેન્શન અને 4 જી ઇન્ટરનેટ સેવા અવરોધિત હોવા છતાં, બન્ને યુવાનો પ્રતિષ્ઠિત અને અઘરા પ્રવેશ પરીક્ષણમાં સફળ થયા છે. તેઓ અન્ય મહત્વાકાંક્ષી ઇજનેરો માટે પ્રેરણારૂપ બનશે અને રાષ્ટ્ર નિર્માણમાં ઘણું યોગદાન આપશે.

ABOUT THE AUTHOR

...view details