ઓમ બિરલા રાજસ્થાનના કોટા તેઓ લોકસભા સાંસદ છે. તેઓ લોકસભામાં જીત મેળવીને સંસદ સુધી પહોંચ્યા છે. 2008માં કોટાના એક વિસ્તારના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
કોટાના સાંસદ ઓમ બિરલા લોકસભાના સ્પીકર, આજે ભરશે નામાંકન - Gujarat
નવી દિલ્હી: લોકસભા સ્પીકરને લઇ જે ચર્ચાવિચારણા ચાલી રહી હતી તે બાદ લોકસભા સ્પીરકનું નામ નક્કી થઇ ગયું છે. રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા લોકસભા સ્પીકરના ઉમેદવાર હશે. તે માટે બિરલા આજે નામાંકન નોંધાવશે. સર્વ સહમતિથી તેઓ ચૂંટાયા છે.
ફાઇલ ફોટો
મહર્ષિ દયાનંદ સરસ્વતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરનાર ઓમ 1979માં વિદ્યાર્થી સંધ અધ્યક્ષ બન્યા હતા. તેઓ ભાજપ યુવા મોર્ચા સાથે જોડાયા હતા. ઓમ આહાઉ પ્રદેશ અધ્યક્ષ બાદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા હતા. 2003માં તેઓ ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ સત્તત 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
Last Updated : Jun 18, 2019, 11:46 AM IST