જો કે, તેમણે ગત વર્ષે આ અંગેના અણસાર આપી દીધા હતાં. પણ હાલમાં જ PWPના મહાસચિવ જયંત પાટિલે દેશના નિર્ણયની ઔપચારિક જાહેરાત કરી હતી. પાર્ટીની તો ઈચ્છા છે કે, તેઓ ચૂંટણી લડે.
પશ્ચિમી મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની સાંગોલ સીટ પરથી ધારાસભ્ય રહેલા દેશમુખનું નામ સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડમાં દિવંગત એમ કરુણાનિધિ પછી તેમનો નંબર આવે છે.
દેશમુખ 56 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યાં, તો કરુણાનિધિ તમિલનાડુ વિધાનસભામાં 13 વાર ચૂંટાઈને 61 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતાં.
વિદ્યાર્થી જીવનકાળથી જ ડાબેરી વિચારધારાથી પ્રભાવિત અને પ્રતિષ્ઠિત દેશમુખ 1962માં ધારાસભ્ય બન્યા હતાં, જ્યારે આજના કેટલાક નેતા જન્મ્યા પણ નહીં હોય, ત્યાર બાદ તેમણે 1972 અને 1995 છોડી તમામ ચૂંટણીઓ જીતી છે. આ દરમિયાન તેઓ 1978માં તત્કાલિન મુખ્યપ્રધાન શરદ પવારની આગેવાની વાળી સરકાર અને ત્યાર બાદ 1999માં દિવંગત મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખની આગેવાની વાળી સરકારમાં પ્રધાન રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી થવાની છે અને PWP વિપક્ષી ગઠબંધનમાં છે.