ન્યૂઝડેસ્ક :પરંતુ ઘણી વાર, આપણે માર્કેટિંગ, સોશિયલ મીડિયાના વલણોમાં સપડાઇએ છીએ અને આપણા પરંપરાગત ભારતીય વિધિઓને ભૂલી આયાત કરેલા ખ્યાલોને અપનાવવામાં વ્યસ્ત છીએ. આપણે કેટલીય વાર "હળદર લટ્ટે" ઓડર આપીએ છીએ ત્યારે આપણે એ ભુલી જઇએ છે કે તે ખરેખર તો એજ "હળદર દૂધ" અથવા "સોનેરી દુધ " છે જે આપણે આપણા રસોડામાં દૂધ, હલ્દી, કેસર અને જાયફળથી બનાવી છીએ. અથવા ફક્ત અમારા નમ્ર 'કડા મિશ્રણ' ને ભૂલી જઇ અને ફેનસીઅર કોમ્બુટ્ચા, મચા અથવા કેમોલી ચા પસંદ કરીએ છીએ .
સોશિયલ મીડિયા પર ખોરોક ના શોખીનો માટે "દાલ્ગોના કોફી" નવુ પીણુ આવ્યુ છે, જે એક દક્ષિણ કોરિયન આયાત, જે મૂળભૂત વ્હિપડ ક્રીમ કોફી છે, જે સામાન્ય ત્રણ ઘટકો - ઇન્સ્ટન્ટ કોફી, દૂધ અને ખાંડ થી બનાવવામાં આવે છે.
તેથી, આવા કપરા સમયમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરેલુ અને આપણી પરંપરાઓને ફરીથી શોધવાનો સમય છે.
સોસાયટી ટી ના ડાયરેક્ટર કરણ શાહ જણાવે છે કે "તે કહેવું ખોટું નથી કે ભારત ઘણી બિમારીઓનો ઇલાજ કરવા માટે પરંપરાગત અને સેન્દ્રિય તત્વોનો ઉપયોગ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. વૈદિક સમયથી સ્વાસ્થ્ય માટે ભારતીય મસાલાઓનું યોગદાન ખૂબ જ જુનુ છે. ઘણા ગ્રંથો માં તેને " હીલિંગ ફુડ્સ "તરીકે સંબોધવામાં આવે છે. "
શાહે વધુ માં ઉમેરે છે કે " આદુ, હીંગ, એલચી, કાળા મરી, લવિંગ, તજ, ગ્રીન ટી અર્ક, હળદર પાવડર જેવાં અન્ય દેશી પદાર્થો, - શરીરમાંથી ઝેર કાઢવાનું જાણે છે અને શરીર ને શુદ્ધ કરવાની દિશામાં કામ કરે છે. ઉપયોગમાં લીધેલા તત્વો ચયાપચયને વેગ આપવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સ્વાદમાં પ્રેરણાદાયક અને ઉત્સાહજનક, આ "ચા" માં હળદર જેવા ઘટકો હોય છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓ, સામાન્ય શરદી વગેરે માટે ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને "સ્વસ્થ જીવનશૈલી ફરીથી શરૂ કરવા માટે હંમેશા હાલતચાલતા લોકો માટે રચાયેલ છે,"
.