ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશાની મિસાલ બની જુલીમા, 12 બાળ વિવાહ રોકવામાં થઈ સફળ - ChildrenUnderAttack

ભુવનેશ્વર: ઓડિશાના બંધુડીની રહેવાસી જુલીમા નામની છોકરી સમાજમાં બાળ વિવાહ જેવા અપરાધ રોકવા માટે મિસાલ બની છે. તેમણે આ વિરૂદ્ધ સમાજમાં લડાઈ લડી છે. આ સાહસિક પગલું ભર્યા બાદ તે 12 બાળ વિવાહ રોકવામાં સફળ રહ્યા છે.

ભુવનેશ્વર
etv bharat

By

Published : Dec 18, 2019, 1:24 PM IST

ઓડિશાના બંધુડીની રહેવાસી જુલીમા નામની છોકરી નાની ઉંમરમાં જ સમાજમાં બાળવિવાહ જેવા અપરાધ રોકવા પર મિસાલ બની છે. જુલીમા કોડો એક ગરીબ પરિવારમાંથી આવી છે. જુલીમાએ તેમનું શિક્ષણ છોડી તેમના પરિવારને આર્થિક રૂપથી મદદ કરવા માટે કામ શરૂ કર્યું છે.

તે સ્વયંસેવક તરીકે એક સંસ્થામાં જોડાઈ છે. અને સમાજમાં બાળ વિવાહની સામાજીક અનિષ્ટ વિરુદ્ધ લડાઈ લડી છે. જુલીમાનું આ સાહસિક પગલું 12 બાળ વિવાહ રોકવામાં સફળ રહી છે. જુલીમા બાળ અધિકારીની રક્ષા, બાળ વિવાહ પર અંકુશ રાખવાની દિશામાં કામ કરી રહી છે. શિક્ષાના અધિકાર અને બાળવિવાહની સામાજીક અનિષ્ટા વિરુદ્ધ લડવામાં તેમને યૂનિસેફનો પુરસ્કાર મળ્યો છે.

જુલીમાં સમગ્ર દેશમાં આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવેલી પસંદગીકારોમાંથી એક છે. યૂનિસેફ પુરસ્કાર એ લોકો માટે છે જે સમાજમાં તેમના જીવન અને તેમની આસપાસના લોકો માટે ઉત્કર્ષ કામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details