ઓડિશા: ભુવનેશ્વરમાં 77 વર્ષીય વૃદ્ધાનું કોરોના વાઈરસના કારણે મોત નીપજ્યું હતું. જે બાદ મંગળવારે રાત્રે ઓડિશામાં બીજુ મૃત્યુ નોંધાયું હતું. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી.
ઓડિશામાં કોવિડ-19ના કારણે બીજુ મોત, કુલ 177 કોરોના પોઝિટિવ કેસ - કોવિડ-19
ગુજરાતમાં સુરતથી પરત ફરેલા એક 18 વર્ષીય વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ઓડિશામાં કોવિડ-19ના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 177 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યા છે.
![ઓડિશામાં કોવિડ-19ના કારણે બીજુ મોત, કુલ 177 કોરોના પોઝિટિવ કેસ COVID-19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7080121-398-7080121-1588747639109.jpg)
COVID-19
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વૃદ્ધ વ્યક્તિમાં હાઈપરટેન્શન, ડાયાબિટીઝ અને કિડનીની બિમારીઓથી પીડાઈ રહી હતી. 6 એપ્રિલના રોજ ભુવનેશ્વરના ઝારપાડાના એક 72 વર્ષીય વ્યક્તિનું એઈમ્સ હોસ્પિટલમાં કોરોનાના ચેપને કારણે મોત નીપજ્યું હતું.
આ દરમિયાન તાજેતરમાં ગુજરાતના સુરતથી પરત આવેલા એક 18 વર્ષીય વ્યક્તિએ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં રાજ્યના કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 177 થઈ હતી. બુધવારે સવાર સુધીમાં 115 સક્રિય કેસ નોંધાયા હતા, જ્યારે 60 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા હતા.