ગુજરાત

gujarat

ચક્રવાત ફાનીથી ઓડિશાને 9 હજાર કરોડથી પણ વધુ નુકસાન

By

Published : Jun 7, 2019, 10:35 AM IST

ભુવનેશ્વર: ગયા મહિને ઓડિશાના તટીય જિલ્લાઓમાં આવેલા ફાની વાવાઝોડાના કારણે રાજ્યમાં લગભગ 9,336.26 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત આ તોફાનમાં 64 લોકોના મોત થયા હતા.

ફાઇલ ફોટો

એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ આફતને કારણે, જાહેર સંપત્તિમાં 6,643.63 કરોડનું નુકસાન થયું છે, અને અસરગ્રસ્ત લોકોની રાહત માટે 2,692.63 કરોડની જરૂરિયાત છે.

ફાનીથી થયેલું નુકશાન
ખાસ રાહત કમિશન (એસઆરસી) બી.પી. સેઠીએ જણાવ્યું હતું કે, "જાહેર સંપત્તિ અને રાહત પગલા માટે ભંડોળની કુલ જરૂરિયાત 9,336.26 કરોડ હોવાનો અંદાજ છે."
ફાનીથી થયેલું નુકશાન


નોંધપાત્ર રીતે, જિલ્લા કલેક્ટર્સ દ્વારા રચિત વિવિધ ટીમો દ્વારા નુકસાનની આકારણી કર્યા પછી આ આંકડાઓ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details