ઓડિશા: કંધમાલ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ થયું હતું. જેમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા છે. ઓડિશા પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને માઓવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા થઇ હતી.
ઓડિશાના કંધમાલ સુરક્ષા દળોનું એન્કાઉન્ટર, 4 માઓવાદી ઠાર
ઓડિશામાં કંધમાલ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા છે.
ઓડિશા
જ્યારે સુરક્ષા દળો તરફથી ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારે તેમની સુરક્ષામાં માઓવાદીઓ તરફથી પણ ગોળીબારી ચાલુ કરવામાં આવી હતી, ત્યારબાદ આ એન્કાઉન્ટરમાં 4 માઓવાદીઓ માર્યા ગયા હતાં. આ ઘટના બાદ ચીફ સેક્રેટરી ઓડિશાએ જવાનોની પીઠ થપથપાવતા આ જાણકારી શેર કરી હતી.
જાહેર ટ્વીટ અનુસાર, ઓડિશા પોલીસના અધિકારીઓ અને સુરક્ષા દળોના જવાનોની કંધમાલ ઓપરેશનની સફળતા બદલ અભિનંદન. પોલીસે અને જવાનોએ બહાદુરી બતાવતા 4 માઓવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.